News of Wednesday, 1st October 2025
લોધીકાના માખાવડ પાસે બંધ ટ્રોલી સાથે બાઇક અથડાતા સગીર અમીત પરમારનું મોત
બાઇક પાછળ બેઠેલ લોધીકાના વિજયભાઇને ઇજાઃ મૃતક સગીર અને વિજયભાઇ સામે ગુન્હો નોંધાયો

રાજકોટ, તા., ૧ : લોધીકાના માખાવડ ગામ પાસે બંધ ટ્રોલી સાથે બાઇક અથડાતા ચાલક સગીરનું મોત નિપજયું હતું.
મળતી વિગતો મુજબ લોધીકાના માખાવડ ગામથી આગળ રાજુભાઇ વેકરીયાની ટ્રોલી સાથે બાઇક નં. જીજે૦૩ એચ.એફ. ર૧ર૪ અથડાતા બાઇક ચાલક અમીત રાકેશભાઇ પરમાર (ઉ.વ.૧પ) રે. ગોકુલ ચોક લોધીકાનું મોત નિપજયું હતું. જયારે પાછળ બેઠેલ વિજયભાઇ મુકેશભાઇ પરમાર રે. લોધીકાને ઇજા થઇ હતી. આ અંગે મૃતકના પિતા રાકેશભાઇની ફરીયાદ ઉપરથી લોધીકા પોલીસે મૃતક સગીર તથા ઇજા પામનાર વિજય પરમારે અમીતની યોગ્ય ઉંમર ન હોવાનું અને ડ્રાઇવીંગ લાયસન્સ ન હોવાનું જાણવા છતા વાહન ચલાવવાની પરવાનગી આપવા સબબ ગુન્હો દાખલ કર્યો હતો.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
