તા. ૧૦ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૧ શુક્રવાર
News of Wednesday, 1st October 2025
ઉપલેટા-જામજોધપુર પંથકમાં ધીમીધારે અવિરત મેઘમહેરઃ પાકને નુકશાન
મોટી પાનેલી, કોલકી, ભાયાવદર, માંડાસણ, ધ્રાંફા, સીદસર, ગીંગણી સહિત અનેક ગામના ખેડૂતો હેરાન

તસ્વીરમાં ઉપલેટા-જામજોધપુર તાલુકામાં વરસાદ વરસતો નજરે પડે છે. (તસ્વીર : ચંદ્રેશ હિરાણી, મોટી પાનેલી)
રાજકોટ તા. ૧ :.. રાજકોટ જીલ્લાન ઉપલેટા તથા જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકામાં અવિરત ધીમી ધારે મેઘમહેરથી પાકને વ્યાપક નુકશાન થવાની ભીતિ છે.
પ્રાપ્ત માહિતી મુજબ ઉપલેટા - કોલકી, ભાયાવદર, રબારીકા શહીદ ખારચીયા, પાનેલી મોટી જાર હરીયાસણ, ઢાંક, સાતવડી સમસ્ત ઉપલેટા તાલુકામાં છેલ્લા ર૪ કલાકથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોના મગફળી કપાસ સોયાબીન અળદ-મગ વગેરે જેવા પાકોમાં ભારે નુકશાનીથી ખેડૂતો ચિંતાતૂર થયા છે.
જામજોધપુર તાલુકાના માંડાસણ, ધ્રાફા, સીદસર, ગીંગણી, બાલવા સહિતના ગામોમાં પણ સતત ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.
વિદાય લેતા વરસાદે અટકવાનું નામ ન લેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અને પાકને મોટી નુકશાની થવાની ભીતિ સેવાઇ રહી છે. (ચંદ્રેશ હિરાણી મોટી પાનેલી)
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
