News of Wednesday, 1st October 2025
ગોડલમાં પહેલા માળના રવેશમાંથી પટકાતાં બે વર્ષની આરૂષીનું મોત
મુળ ઝારખંડના દંપતિએ એકની એક દિકરી ગુમાવતાં ગમગીની

રાજકોટ તા. ૧: ગોંડલ બસ સ્ટેશન સામે પટેલ લાઇટ ડેકોરેશન પાસે રહેતાં મુળ ઝારખંડના પ્રકાશભાઇ મહંતોની દિકરી આરૂષી (ઉ.વ.૨) પહેલા માળે રમતી રમતી પડી જતાં ઇજા થતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર બાળકી માતા-પિતાની એકની એક દિકરી હતી. તેના માતા-પિતા ડેકોરેશનના ગોડાઉનમાં મજૂરી કરે છે. બાળકી રવેશમાં રમતી હતી ત્યારે લપસી ગઇ હતી. આ વખતે માતા પણ ત્યાં જ હોઇ તેણે દિકરીને પકડવાનો પ્રયાસ કર્યો હતો પણ તે પકડી શકી નહોતી. ગોંડલ પોલીસને રાજકોટ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરી હતી.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
