<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

વેરાવળના સીડોકરમાં પૂંજ ઉત્સવમાં વિજ કરંટથી ૩ના મોત

મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો ઉમટયા હતાઃ વરસાદી વાતાવરણથી દુર્ઘટના સર્જાઇ

(દિપક કકકકડ દ્વારા) વેરાવળ તા. ૧;.. ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાનાં સીડોકરમાં પૂંજ ઉત્સવમાં વિજ કરંટથી ૩ ના મોત થતા હાહાકાર મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ વેરાવળ તાલુકાના સીડોકર ગામમાં દર વર્ષે પૂંજ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો ઉમટી પડે છે. અને દર્શન, પૂજન, અર્ચનનો લાભ લે છે.
ત્યારે આ પૂંજ ઉત્સવમાં વરસાદી વાતાવરણના કારણે વિજ કરંટ લાગતા ૩ વ્યકિતના ઘટના સ્થળે મોત થયા હતાં.
આ દુર્ઘટનામાં ભરતભાઇ નારણભાઇ ગલસર (ઉ.૧૮), (તાલાળા) કરશનભાઇ ગોવિંદભાઇ મારૂ (વડોદરા ઝાલા) (ઉ.૪પ), હર્ષદભાઇ ભરતભાઇ ચોપડા (લુણાચ) (ઉ.વ.૧૩), નો ભોગ લેવાતા પૂંજ ઉત્સવમાં ઘેરો શોક છવાઇ ગયો છે. 
આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

(12:13 PM IST)