તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Wednesday, 1st October 2025
બળધોઇ નજીક ટેન્કરમાંથી ડીઝલ કાઢી ચાલક ફઝલે હોટલ સંચાલકોને બારોબાર વેંચી નાખ્યુ
અમરેલીના દીવ્યરાજસિંહ જાડેજાએ આટકોટ પોલીસમાં ગાડીનો ચાલક ફઝલ અને હોટલ સંચાલક કમલે ભરવાડ સામે ફરીયાદ નોંધાવી

રાજકોટ, તા. ૧ : આટકોટ નજીક બળધોઇ ગામ પાસે શીતલ કુલ પ્રોડકટ લીમીટેડની ગાડીમાંથી ૧૦૦ લીટર ડીઝલ કાઢી ચોરી કરી બારોબાર વેંચી નાખતા ચાલક અને હોટલના સંચાલક સામે ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ અમરેલીના એમેજીન સોસાયટીમાં પ્લોટ નં. ૧૩માં રહેતા દિવ્યરાજસિંહ વિક્રમસિંહ જાડેજાએ આટકોટ પોલીસ મથકમાં અમરેલી સંધી સોસાયટીમાં રહેતો ફઝલ આરીફભાઇ મજેઠીયા અને આટકોટ નજીક બળકોઇ ગામ પાસે જય ખોડીયાર હોટલના સંચાલક કમલે ખોડાભાઇ ભરવાડ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવાયું છે કે દિવ્યરાજસિંહ અમરેલીની શીતલ કુલ પ્રોડકટ લીમીટેડ કંપનીમાં ટ્રાન્સપોર્ટેશનનું કામ સંભાળે છે. અને કંપનીની જીજે ૧૪ એકસ-પ૪,૬ નંબરની ગાડી ફઝલ મજેઠીયા ચલાવે છે. પરમદિવસે ફઝલ ગાડી લઇને ગયા બાદ બળધોઇ ગામ નજીક જય ખોડીયાર હોટલ પાસે રાખી ગાડીમાંથી ૧૦૦ લીટર ડીઝલ કાઢી લઇ હોટલના સંચાલક કમલેશને રૂા. ૭૦૦૦માં વેંચી નાખ્યુ હતું. આ અંગે હેડ કોન્સ. જે.ડી. મકવાણાએ તપાસ આદરી છે. (૯.૧૮)
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
