<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

ઉપલેટા તાલુકા ના પાનેલી મોટી,હરીયાસણ,સાતવડી / ખારચીયા,રબારીકા,કોલકી,ઢાંકમા ત્રણ દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોના મગફળી,કપાસ સોયાબીન,અડદ મગ જેવા પાકમા નુકશાન : વળતર ચુકવવા માગ

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પાનેલી મોટી જુથ વિવિધ કાર્યકારી સહકારી મંડળીના પ્રમુખ વિરેનભાઈ ફળદુ ઉપપ્રમુખ મેહુલભાઈ વરસાણી તેમજ સહકારી મંડળીના કારોબારી સભ્યો દ્વારા રજૂઆત

મોટી પાનેલી તા.૧ : ઉપલેટા તાલુકાની પાનેલી મોટી જુથ વિવિધ કાર્યકારી સહકારી મંડળીના પ્રમુખ વિરેન ભાઈ ફળદુ ઉપ પ્રમુખ મેહુલભાઈ વરસાણી તેમજ સહકારી મંડળીના તમામ કારોબારી સભ્યો દ્વારા ઉપલેટા પંથકમાં પડેલ વરસાદથી પાકને નુકસાન થતાં વળતર આપવા માંગણી કરવામાં આવી છે.

 ઉપલેટા તાલુકાના પાનેલી મોટી,હરીયાસણ,સાતવડી,ખારચીયા,રબારીકા,કોલકી,ઢાંક વગેરે ગામોમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતો ના મગફળી કપાસ સોયાબીન અળદ મગ જેવા વગેરે પાકો માં થયેલ નુકસાનીનુ તાત્કાલિક ધોરણે સર્વે કરી ઉપલેટા તથા ઉપલેટા તાલુકા પંથકનાં ગામો માં વરસાદ ના કારણે ખેડૂતો ને થયેલી નુકસાની નુ સર્વે કરી યોગ્ય વળતર ચુકવવા માં આવે તેવી માંગ કરાઈ છે.

       ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,પોરબંદર વિસ્તારના સંસદ સભ્ય તેમજ કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયા, ગુજરાત રાજ્ય ના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ ધોરાજી ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઈ પાડલીયા, ઉપલેટાના મામલતદારને પત્ર લખી વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે.( ચંદ્રેશ હીરાણી મોટી પાનેલી)

(5:04 PM IST)