News of Wednesday, 1st October 2025
મોરબી : જય અંબે ગરબી મંડળ દ્વારા ગુરુવારે રાવણ દહન કાર્યક્રમ યોજાશે.
સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ રાવણ દહન કાર્યક્રમ યોજાશે : રાવણ દહન સાથે કુંભકરણ અને મેઘનાથનું દહન કરવામાં આવશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીની અવની ચોકડી પાસે ગુરુવારે રાત્રે ૧૦ કલાકે રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જય અંબે ગરબી મંડળ દ્વારા સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ રાવણ દહન કાર્યક્રમ યોજાશે.
જય અંબે ગરબી મંડળ દ્વારા તા. ૦૨ ને ગુરુવારે રાત્રે ૧૦ કલાકે જય અંબે નગર, સન ફ્લોરા સામે, અવની ચોકડી, કેનાલ રોડ મોરબી ખાતે રાવણ દહન સાથે કુંભકરણ અને મેઘનાથનું દહન કરવામાં આવશે જે કાર્યક્રમમાં નગરજનોને પધારવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે.
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
