<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

મોરબી જિલ્લામાં 14 સ્થળે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા વિજ્યા દશમી ઉત્સવની ઉજવણી.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થશે, વિશેષ ઉજવણીનું આયોજન

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘને વિજ્યા દશમીના દિવસે 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે આ દિવસે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા વિશેષ ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. વિજ્યા દશમીના દિવસે 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય મોરબી જિલ્લામાં કુલ 14 સ્થળોએ વિજ્યા દશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

  તારીખ 2 ઓક્ટોબરને ગુરુવારના રોજ મોરબી જિલ્લામાં કુલ 14 સ્થળોએ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા વિજ્યા દશમી પર્વની વિશેષ ઉજવી કરવામાં આવશે. આ કાર્યક્રમોની માહિતી નીચે મુજબ છે.
માળિયા ૨-૧૦-૨૦૨૫ સ્થાન - આમરણ જુના ગામમાં સાંજે 4 વાગ્યે સંચલન અને જાહેર કાર્યક્રમ , વક્તા- ગૌરવભાઈ પટેલ- મો.નં. 94282 78611
ટંકારા ૨-૧૦-૨૦૨૫ સ્થાન - ટંકારાસાંજે 4 વાગ્યે સંચલન અને જાહેર કાર્યક્રમ , વક્તા- મોહનભાઈ સોનગ્રા- મો.નં. 9898700462
પડધરી ૨-૧૦-૨૦૨૫ ,સ્થાન - પડધરી,સાંજે 4 વાગ્યે સંચલન અને જાહેર કાર્યક્રમ વક્તા- મિલનભાઈ પૈડા- મો.નં. 94282 67060
ચિત્રકૂટ ઉપનગર૨-૧૦-૨૦૨૫ સ્થાન - મોટેશ્વર મહાદેવ, ભક્તિનગર સર્કલ,સ સાંજે 5:30 વાગ્યે સંચલન, જાહેર કાર્યક્રમ ,વક્તા -જયંતીભાઈ નાથાણી- મો.નં. 94267 37701
આંબેડકર ઉપનગર ૨-૧૦-૨૦૨૫,સ્થાન - ગોકુલ ફામઁ, વાવડી રોડસમય - સાંજે 5 વાગ્યે સંચલન, જાહેર કાર્યક્રમ ,વક્તા- પિન્ટુભાઈ મેરજા- મો.નં. 98254 04116
દરબારગઢ ઉપનગર૨-૧૦-૨૦૨૫ ,સ્થાન - ડાયમંડ બેકરી સામેનું મેદાન,સમય - સાંજે 4-30 વાગ્યે જાહેર કાર્યક્રમ ,વક્તા - ઉપલભાઈ શેરશિયા- મો.નં. 80000 53653


 

(10:56 PM IST)