<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

મોરબીના ફિદાય પાર્કના રહેણાંક મકાનમાંથી દેશી બંદુક સાથે એક શખ્શ ઝડપાયો.

દેશી જામગરી બંદુક સાથે એક આરોપીને ઝડપી લઈને સીટી એ ડીવીઝન પોલીસે વધુ તપાસ ચલાવી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના કંડલા બાયપાસ નજીક આવેલ ફિદાય પાર્કના રહેણાંક મકાનમાંથી દેશી જામગરી બંદુક સાથે એક આરોપીને ઝડપી લઈને સીટી એ ડીવીઝન પોલીસે વધુ તપાસ ચલાવી છે.

નવરાત્રીના તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગ કરતી હતી ત્યારે બાતમી મળી હતી કે કંડલા બાયપાસ ફિદાય પાર્કમાં રહેતા આરોપી રાજુભાઈ અબ્દુલભાઈ પબાણીના મકાનમાં દેશી હાથ બનાવટની જામગરી બંદુક છે જેથી એ ડીવીઝન પોલીસ ટીમે આરોપીના મકાનમાં રેડ કરી હતી જ્યાં દેશી જામગરી બંદુક નંગ ૦૧ કીમત રૂ ૨૦૦૦ જપ્ત કરી આરોપી રાજુ અબ્દુલ પબાણી (ઉ.વ.૩૯) ઝડપી લઈને આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.



 

(11:54 PM IST)