News of Thursday, 2nd October 2025
માળિયા હાઈવે પર કારમાંથી ૨૩૪ બોટલ દારૂનો જથ્થો ઝડપાયો, ૬.૧૨ લાખનો મુદામાલ જપ્ત.
પોલીસે દારૂની ૨૩૪ બોટલ કીમત રૂ ૩,૦૪,૨૦૦ કાર કીમત રૂ ૩ લાખ અને મોબાઈલ ૨ નંગ કીમત રૂ ૮૦૦૦ સહીત કુલ રૂ ૬,૧૨, ૨૦૦ નો મુદામાલ જપ્ત કર્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : કચ્છ મોરબી હાઈવે પર આઈ ૨૦ કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર એક શખ્સને ઝડપી લઈને માળિયા પોલીસે ૨૩૪ બોટલ દારૂનો જથ્થો અને કાર સહીત ૬.૧૨ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કચ્છ તરફથી એક આઈ ૨૦ કાર જીજે ૦૩ એનબી ૩૮૪૮ રાજકોટ તરફ જવાની છે જેમાં દારૂનો જથ્થો ભરેલ હોવાની બાતમી મળતા ટીમે માળિયા (મી.) શહેનશાહવલીના પાટિયા પાસે કચ્છ મોરબી હાઈવે પર વોચ ગોઠવી હતી અને કાર પસાર થતા કારને રોકી તલાશી લેતા કારમાંથી દારૂની ૨૩૪ બોટલ કીમત રૂ ૩,૦૪,૨૦૦ નો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે આરોપી સુનીલ ઉર્ફે ચૂકો હકાભાઇ સાકરિયા (ઉ.વ.૨૯) (રહે રાજકોટ ૧૫૦ ફૂટ રીન રોડ વાળા) ને ઝડપી લીધો હતો અને દારૂનો જથ્થો મોકલનાર આરોપી સાધુરામ( રહે ભચાઉ કચ્છ વાળા) નું નામ ખુલ્યું છે પોલીસે દારૂની ૨૩૪ બોટલ કીમત રૂ ૩,૦૪,૨૦૦ કાર કીમત રૂ ૩ લાખ અને મોબાઈલ ૨ નંગ કીમત રૂ ૮૦૦૦ સહીત કુલ રૂ ૬,૧૨, ૨૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે.
(12:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
