News of Thursday, 2nd October 2025
બોરસદના નિસરાયા ગામમાં દાતાએ 100 ઘરવિહોણાં પરિવારોને ઘર અર્પણ કર્યા:અંદાજિત 3 કરોડના ખર્ચે સુવિધા સંપન્ન મકાનોનું લોકાર્પણ
મેક દાદાના પ્રતિનિધિ વીજયસિંહ રાજના હસ્તે લોકાર્પણ કરાયુ: દ્વારકા નજીકના હરસિધ્ધિ માતાના કોયલા ડુંગરની ચુંદડીઓ સાથે લાભાર્થીઓએ ગૃહ પ્રવેશ કર્યો

બોરસદના નિસરાયા ગામમાં દાતાએ 100 ઘરવિહોણાં પરિવારોને ઘર અર્પણ કર્યા હતાં. નીસરાયાના વતની અને વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલા મહેન્દ્ર ઉર્ફે મેકદાદાનો સેવા યજ્ઞ લોકચર્ચામાં છે. અંદાજિત 3 કરોડના ખર્ચે સુવિધા સંપન્ન મકાનોનું લોકાર્પણ કરાયું છે.મેક દાદાના પ્રતિનિધિ વીજયસિંહ રાજના હસ્તે લોકાર્પણ કરાયુ છે. દ્વારકા નજીકના હરસિધ્ધિ માતાના કોયલા ડુંગરની ચુંદડીઓ સાથે લાભાર્થીઓએ ગૃહ પ્રવેશ કર્યો હતો. નિસરાયા ગામના ભામાશા મેકદાદાએ થોડા સમય અગાઉ 100 કરોડનું દાન કર્યું હતું.સમગ્ર ચરોતરમાં મહેન્દ્રભાઈ ઉર્ફે મેક દાદાની સેવાકીય કામગીરીને અભિનંદન મળી રહ્યા છે
(12:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
