<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

શેર બજારમાં પ્રોફીટની લાલચે અંજારના નિવૃત પ્રૌઢે ૧ કરોડ ગુમાવ્‍યા

સોશ્‍યલ મીડિયાની લલચામણી જાહેરાતોથી સાવધાન : ચીટરોની જાળમાં કોર્પોરેટ કંપનીના નિવૃત મેનેજર ફસાયા, ઓનલાઇન સંપર્કમાં અજાણ્‍યા વ્‍યક્‍તિઓથી, અજાણી લિન્‍કથી સાવધાન રહેવું નહીં તો રૂપિયા ગુમાવવા પડશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨ :..  સોશ્‍યલ મીડિયા દ્વારા ઠગાઈ કરવાના બનાવો સામે સરકાર અને પોલીસ વારંવાર ચેતવણી આપે છે છતાંય ચિટિંગના બનાવોમાં લોકો ફસાય છે. મોટી કમાણીની લાલચમાં પોતાના પરસેવાની કમાણી ખોયા પછી પસ્‍તાવવુ પડે છે. આ ચીટરોની જાળમાં ભણેલા ગણેલા અને સ્‍માર્ટ લોકો પણ ફસાય છે એનું કારણ લાલચ બૂરી બલા છે.

મૂળ એમપી ના અને હાલ કચ્‍છના અંજારના વરસામેડી મધ્‍યે રહેતા ઇન્‍ડિયન સ્‍ટીલ કંપનીના ૫૮ વર્ષીય નિવળત્ત જનરલ મેનેજર રાજેશ નાથાલાલ ઓસતવાલે ૧.૧૦ કરોડની ઓન લાઇન ઠગાઇની ફરિયાદ લખાવી છે.

તેમણે સોશ્‍યલ મીડિયામાં શેર બજારની પ્રોફિટની રીલ જોઈ ક્‍લીક કર્યું અને સેવન ઇન્‍ડિયન બુક સ્‍ટડીઝના વ્‍હોટ્‍સ એપ ગ્રુપમાં જોઇન થઈ ગયા. આ ગ્રુપના એડમીને પ્રોફિટની લાલચ આપી રિયા નામની મહિલાના નંબર આપી એક એપ્‍લિકેશન ડાઉનલોડ કરાવી. ખરીદ વેચાણ કર્યું પણ અંતે તેમણે ૧ કરોડ ૧૦ લાખ રૂપિયા રોકાણ કર્યા એ ગુમાવ્‍યા. હવે પૂર્વ કચ્‍છ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. (પ-૬)

 

(10:56 AM IST)