<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

વિસાવદર-૧, ભેંસાણ, મેંદરડા, કેશોદ, કુંકાવાવ-વડિયામાં અડધો ઇંચ

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વહેલી સવારે ઠંડકઃ આખો દિવસ મિશ્ર હવામાન યથાવત

 

રાજકોટ તા. ર :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વરસાદી વાતાવરણ સાથે હળવો ભારે વરસાદ પડી જાય છે. સવારે ઠંડક બાદ આખો દિવસ મિશ્ર હવામાનનો અનુભવ થાય છે.

અમરેલી જીલ્લાના કુંકાવાવ, વડીયામાં સવારે અડધો ઇંચ વરસાદ પડયો હતો.

જયારે દ્વારકામાં પોણો, ભાણવડમાં અડધો અને ખંભાળીયા, કલ્‍યાણપુરમાં ઝાપટા પડયા છે.

ભાવનગરના મહુવામાં પોણો, જેશર, ગારીયાધારમાં અડધો ઇંચ વરસાદ પડયો છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :..  સવારે જુનાગઢ, વિસાવદરમાં ૧, ભેસાણ, મેંદરડા, કેશોદ, માળિયામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.

બુધવારે નવરાત્રીના છેલ્લા દિવસે જુનાગઢ જિલ્લાના ૧૦ તાલુકામાં ૧૮૯ મીમી વરસાદ થયો હતો. ફરી આજે સવારે મેઘરાજાએ સમગ્ર જુનાગઢ જિલ્લામાં મંડાણ કર્યા હતા.

જુનાગઢ શહેર અને આસપાસના વિસ્‍તારોમાં થોડીવાર માટે અનરાધાર વરસાદ વરસ્‍યો હતો જેના પરિણામે રોડ પર થોડીવારમાં પાણી પાણી થઈ ગયું હતું. કેટલાક રસ્‍તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્‍કેલીનો સામનો કરવો પડ્‍યો હતો.

જૂનાગઢમાં ઓચિંતા જ સવારે આવેલા વરસાદથી ૨૬ મીમી પાણી પડ્‍યાનું નોંધાયું હતું. સવારે ૮ વાગ્‍યાથી મેઘરાજાએ બ્રેક લગાવી દીધી હતી. આકાશમાં વાદળો છવાયેલા હોવાથી દિવસ દરમિયાન ફરી ગમે ત્‍યારે મેઘરાજા એન્‍ટ્રી કરે તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

જૂનાગઢની સાથે સાથે ગિરનાર પર્વત અને ભવનાથ તળેટી વિસ્‍તારમાં પણ સવારે મેઘરાજાનું આગમન થયું હતું. ગિરનાર ઉપર પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો.

વિસાવદર તાલુકામાં પણ ફરી આજે સવારે મેઘ સવારે આવી પહોંચતા સવારની શરૂઆતના બે કલાકમાં ૨૭ મીમી વરસાદ થયો હતો.

જ્‍યારે ભેસાણ, મેંદરડા, કેશોદ, અને માળીયા હાટીના તાલુકામાં વધુ અડધો ઇંચ મેઘ મહેર થઈ હતી. જ્‍યારે વંથલીમાં ૬ મીમી અને માણાવદર ખાતે ૭ મીમી વરસાદ નોંધાયો હોવાનું ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટના સૂત્રોએ જણાવ્‍યું હતું. (પ-૧૩)

 

 

 

(10:55 AM IST)