<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

કચ્‍છમાં ર૩ લાખનો દારૂ ઝડપાયો

ટ્રેલરમાં લઇ આવી ૧૭૪૦ બોટલનું કટીંગ કરતી વેળા પોલીસ ત્રાટકીઃ એકની ધરપકડ

ભુજ, તા. રઃ ભોરારા ગામના પાટીયા પાસે માંડવી ગાંધીધામ હાઈવે રોડ પર આવેલ ત્રીશુલ હોટલની સામે પેટ્રોલ પંપની બાજુમા અમુક ઇસમો ટ્રેલરમાં બહારથી વિદેશી દારૂ મંગાવી તેનુ કટીંગ કરી રહેલ છે. તેવી હકીકત મળતા તુંરત જ વર્કઆઉટ કરી રેઇડ કરતા શૈલેન્‍દ્રસિંહ ઉર્ફે શૈલો સ/ઓ રણજીતસિંહ ઉર્ફે રણુભા જાડેજા ઉ.વ.૨૭ રહે.દરબારવાસ ભોરારા તા.મુંદરા ઝડપાઇ ગયો હતો અને (૧) લક્ષ્મણસિંહ રહે.બાડમેર રાજસ્‍થાન (૨) ટ્રેલર આરજે-૧૪-જીડી-૩૩૪૫ અને (૩) ટ્રેલર આરજે-૧૪-જીડી-૩૩૪૫ વાળીનો માલિક નાસી ગયા હતા.

જયારે અલગ અલગ બ્રાંડની કુલ બોટલ નંગ-૧૭૪૦ જેની કુલ કિ.રૂ.૨૨,૮૮,૪૦૦/- પ્રોહીબીશનના મુદ્દામાલના હેરફેર માટે ઉપયોગમા લીધેલ ટાટા કંપનીના ટ્રેલર કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/-, એક્‍ટીવા સ્‍કુટર  કિ.રૂ.૫૦,૦૦૦/- મોબાઈલ ફોન કિ.રૂ.૫૦૦૦/- નો મુદામાલ કબ્‍જે કરાયો હતો. આ સરાહનીય કામગીરીમા મુંદ્રા પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સપેક્‍ટર આર.જે.ઠુંમર સાહેબની સુચનાથી એ.એસ.આઇ દિનેશભાઈ એમ.ભટ્ટી તથા દેવરાજભાઇ કે.ગઢવી તથા વિજયભાઇ એચ.બરબસિયા તથા પો.હેડ કોન્‍સ. દર્શનભાઇ રાવલ નાઓ જોડાયેલ હતા.

(11:12 AM IST)