<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

કોણ મારશે આ મોંઘવારીના રાવણને..!:

સુરેન્‍દ્રનગરના રતનપરની યુવતિએ વ્‍યથા રજુ કરી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. રઃ આજે દશેરાનો તહેવાર છે અને સૌરાષ્‍ટ્ર અને ગુજરાત ભરમાં જ્‍યારે રાવણ દહન થાય છે ત્‍યારે સુરેન્‍દ્રનગરની પ્રજાપતિ સમાજની દીકરીએ એવો પ્રશ્ન ઉઠાવ્‍યો કે આ મોંઘવારીના રાવણને હવે કોણ મારશે...!

એક બાજુ લોકો મોંઘવારીથી પીસાઈ રહ્યા છે અને લોકો પાસે પોતાનો ગુજરાન ચલાવવા જેટલા મહા મહેનતે રૂપિયા કમાઈ શકે છે ત્‍યારે આજે દશેરાનો તહેવાર છે અને આજે સૌરાષ્‍ટ્ર અને ગુજરાત ભરમાં જ્‍યારે રાવણ દહન કરવામાં આવશે પરંતુ ગુજરાત અને સૌરાષ્‍ટ્રની શહેરી જનતાને કે ઝાલાવાડની શહેરી જનતાને મોંઘવારીના માર માટેની કોઈ પણ ચિંતા કે ફિકર ચિંતા હોતી નથી.

ત્‍યારે સુરેન્‍દ્રનગર રતનપર વિસ્‍તારમાં રહેતી પ્રજાપતિ સમાજની દીકરીએ પોતે પોતાની વેદના રજુ કરતા જણાવ્‍યું કે અમારા પરિવારમાં અમો પ્રજાપતિ સમાજના છીએ અને મારા પિતાશ્રીને માત્ર બે જ પુત્રીઓ છે અને ભાઈ હતો તે અનાધિકારમાં અવસાન પામ્‍યો હતો ત્‍યારે અમે બહુ નાના હતા ત્‍યારે મારા પિતાશ્રી લારી કાઢી અને નાના-મોટા ગરબા તેમજ ગોળા તાવડી જેવા માટીના વાસણો મારા માતા બનાવતા અને મારા પિતા વહેતા આજે પણ એ જ વ્‍યવસાય મારા પિતા કરી રહ્યા છે જેમને રતનપરમાં ભગત તરીકે ઓળખવામાં આવે છે અને ખરેખર તે જોતાં જ ભગત જેવા પણ લાગે છે ત્‍યારે આ પ્રજાપતિ સમાજની દીકરીએ પોતાના પિતાને ખંભે ખંભા મિલાવી અને પોતે પણ માટી કામમાં જોતરાઈ અને એટલે જ તેને મોંઘવારી ન ખબર પડી કે મોંઘવારી શું કહેવાય કારણ કે પિતા સવારે લારીમાં ગોળા તાવડી ગલ્લા જેવી વસ્‍તુઓ લઈ અને કેરીમાં જાય ફેરીમાં ગયા પછી ગોળા ધાવડી કે ગલ્લા વેચાતો ઠીક નહિતર લારી લઈ અને પાછા આવવું પડે ત્‍યારે કેવો સમય હશે કે આવા પણ દિવસો જોયા છે ત્‍યારે આ દીકરીને મોંઘવારી નો માર્ગ ખરેખર નડે જ એ વાત હકીકત અને સાચી છે તે તેની વર્ણન કરવાની છતાં અને તે તેની રજૂઆત પણ હકીકતમાં સાચી લાગે છે ત્‍યારે આજે વિજયા દશમીનો તહેવાર લોકો ધામધૂમથી ઉજવશે લોકો જલેબી ચોળાફળી અને ફાફડા ની જાફત ઉડાવશે અને રાત્રિના સૂઈ જશે ત્‍યારે તેને આ મોંઘવારી વિશેની કોઈપણ જાણકારી કે હકીકતની ખબર હોવા છતાં પણ તે ચૂપ રહે છે કારણ કે સરકાર સામે અવાજ ઉઠાવો તે મજબૂરી સમાન ગણાય તેવું પણ તેને જણાવ્‍યું છતાં પણ તેને મોંઘવારીનો માર નડે છે એટલે તેની વેદના તેને ગરબા સ્‍વરૂપે ચિત્ર દોરી અને પોતાની વેદના રજૂ કરી ત્‍યારે આજે મોંઘવારીનો મારનો ગરબો પ્રસ્‍તુત કર્યો છે ત્‍યારે તેને જણાવ્‍યું કે મોંઘવારીના માનમાં પહેલા તો સવારથી જ ખર્ચનો પ્રારંભ થાય છે અને જીવન જરૂરિયાત વસ્‍તુઓ મોંઘી દાટ બની ગઈ છે ત્‍યારે આવક લોકોને ઘટી ગઈ છે જેના કારણે લોકોને મોંઘવારીમાં પીસાય અને મજબૂર બની જવાનો સમય આવ્‍યો છે ત્‍યારે રસોડાના ખર્ચ સિવાય માતા-પિતાની દવા નો ખર્ચ તેમજ વ્‍યવહાર તહેવાર સાચવવાના આ બધું જોતા આ દીકરીને મોંઘવારીનો માર ફરજિયાત પણે કરવો પડે છે ત્‍યારે પોતાની વેદના ગરબા સ્‍વરૂપે સરકાર સમક્ષ મૂકી છે પરંતુ તે જણાવે છે કે આ તો માત્ર ગરબા સ્‍વરૂપે મોંઘવારીનો માર રજૂ કર્યો છે પરંતુ મોંઘવારી કાંઈ ઘટવાની નથી કે મોંઘવારીને કોઈ લાંબી સપનું નથી મોંઘવારી તો વધતી જ રહેવાની છે પરંતુ સરકારને તેની જાણકારી રહે કે લોકો મોંઘવારીમાં પીસાઈ રહ્યા છે તે માટે સામાન્‍ય રીતે આ ગરબો બનાવી અને સરકાર સમક્ષ રજૂ કરવાનો મેં પ્રયાસ કર્યો છે.(૬.૬)

(11:13 AM IST)