<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

ધાંગધ્રા હાઈવે પર કલ્‍પના ચોકડી નજીક આઇસર ગાડીને અકસ્‍માત

વઢવાણઃ કચ્‍છથી અમદાવાદ મેઈન રોડ વચ્‍ચે ધ્રાંગધ્રા પડતું હોવાથી એક મહિનામાં હાઇવે પર અકસ્‍માતના અનેક બનાવો બન્‍યા છે ત્‍યારે  કલ્‍પના ચોકડી નજીક આઇસર ગાડીનો  અકસ્‍માત સર્જાયો હતો જેમાં આઇસર ગાડીના ચાલકે સ્‍ટેરીંગ પર કાબુ ગુમાવતા અકસ્‍માત સર્જાયો હતો ત્‍યારે નજીકથી લોકો દ્વારા ઘટના સ્‍થળે પહોંચી ગાડી ચાલકના ડ્રાઈવરને બહાર કાઢી બચાવ કામગીરી કરવામાં આવી હતી. હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્‍ય સર્જાયા હતા ત્‍યારે હાઇવે પર કંપનીની ઈમરજન્‍સી સેવા આપતી ગાડીને અને તાલુકાના પોલીસને જાણ થતા ઘટના સ્‍થળે પહોંચીને ટ્રાફિક હળવો કર્યો હતો.

(11:38 AM IST)