હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સૌરાષ્ટ્ર-કચ્છમાં દશેરા પર્વની ઉજવણીઃ રાત્રે રાવણ દહન
નવરાત્રીના અનુષ્ઠાન પુર્ણ કરતા ભાવિકોઃ ઠેરઠેર પ્રાચીન-અર્વાચીન રાસ-ગરબામાં લ્હાણી વિતરણ

તસ્વીરમાં જામનગર, કોડીનાર, ધોરાજીના રાવણ દહનની તૈયારી થતી નજરે પડે છે.
રાજકોટ તા. ર :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્ઋમાં આજે દશેરા પર્વની ઉજવણી સાથે લોકોએ મિઠાઇ ખાવાની મજા માણી રહ્યા છે. રાત્રીના રાવણ દહન કરવામાં આવશે.
નવરાત્રીના અનુષ્ઠાન ભાવિકોએ પુર્ણ કર્યા છે. પ્રાચીન - અર્વાચીન રાસ-ગરબામાં આજે લ્હાણી વિતરણ કરાશે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ વિજયાદશમી નિમીતે કરવામાં આવતા રાવણ દહનના કાર્યક્રમના મેઘનાદ- રાવણ- કુંભકર્ણના ૩૫ થી ૪૦ ફુટના પૂતળાઓ પ્રદર્શન ગ્રાઉન્ડ ઉભા કરાયા છે.
આ વર્ષે વરસાદી માહોલને લઇ રાવણ દહનના પૂતળાઓને વરસાદી પાણીથી બચાવવા વોટરપ્રૂફિંગ પેસ્ટિંગ કરાયું છે. આવતીકાલે સાંજે ૪ વાગ્યે નાનકપુર થી રામાયણના પાત્રોના વેશભૂષા સાથેના ફલોટસ વાળુ પ્રોસેશન નાનકપુરીથી નીકળી મુખ્ય માર્ગો પર ફરી સાંજે ૭ વાગ્યે પ્રદર્શન ગ્રાઉન્ડમાં રાવણ દહન કરાશે.
ધોરાજી
(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજીઃ ધોરાજી રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા આજે ગુરુવારે દશેરાના દિવસે પરંપરાગત રીતે શષા પૂજન કરવામાં આવશે.
રાજપૂત સમાજના પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા અને રાજપૂત સમાજના હોદેદારો તેમજ ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા રાજપૂત સમાજના ભાઈઓ દ્વારા પ્રતિવર્ષ મુજબ દરબાર ગઢ ખાતે આવેલ માં આશાપુરા માતા મંદિર ખાતે દશેરા ના દિવસે બપોરે ચાર કલાકે શાષાોક્ત વિધિ પ્રમાણે શષા પૂજન કરવામાં આવશે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર શહેરમાં બે સ્થળોએ રાવણ દહનના કાર્યક્રમો યોજાયા છે. શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતે તેમજ જવાહર મેદાન ખાતે રાવણ દહન ના ભવ્ય કાર્યક્રમ યોજાશે
ભાવનગર ના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા પ્રેરિત અને બજરંગ વિકાસ સમિતિ દ્વારા આયોજિત આશુરી શક્તિનું દહન એટલે ‘‘વિજયાદશમી મહોત્સવ- રાવણ દહન'' કાર્યક્રમ તા.૨/૧૦/૨૦૨૫, ગુરુવારના રોજ સાંજે-૬.૩૦ કલાકે શહેરના મહારાજા સાહેબ કળષ્ણકુમારસિંહજી ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાશે, આ કાર્યક્રમની તૈયારી ઓને આખરી ઓપ અપાઇ રહયો છે.
કોડીનાર
(અશોક પાઠક દ્વારા) કોડીનારઃ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં દર વર્ષે રાવણ દહનનો આતશબાજી સાથેનો ખુબ ભવ્ય કાર્યક્રમ દર વર્ષે થાય છે. આ વર્ષે પણ કોડીનાર શહેરમાં સૌરાષ્ટ્ર નો કલાત્મક અને નમૂનેદાર ૪૫ થી ૫૦ ફુટ નો રાવણ બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. વિજયનો અવસર એટલે વિજયાદશમી. ભગવાન શ્રી રામે આ દિવસે રાવણનો વધ કરી અધર્મ પર ધર્મના વિજયની સ્થાપના કરી હતી. કોડીનાર તાલુકામાં આ દિવસે રાવણ દહનની સાથે સાથે વિવિધ ફ્લોટ,જીવંત પાત્રો સાથે ભગવાન શ્રીરામની ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રા શહેર નાં મુખ્ય માર્ગો પર ફરી સાંજે શિંગોડા નદી ના પટાંગણમાં ભવ્ય આતબાજીના કાર્યક્રમ બાદ રાવણ દહન નું આયોજન કરવામાં આવનાર છે આ તકે વિજયાદસમી મહોત્સવ સમિતિ, કોડીનાર તાલુકા સમસ્ત હિન્દુ સમાજ તેમજ ભવાની યુવક મંડળ દ્વારા તાલુકાની તમામ જનતાને શોભાયાત્રા તેમજ રાવણ દહનના કાર્યક્રમને નિહાળવા અનુરોધ કરવામાં આવે છે.
ધોરાજી
(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજીઃ ધોરાજીના ભગવતસિંહજી બાપુના બાવલા ચોક ખાતે હિન્દુ યુવક સંઘ દ્વારા આયોજિત અર્વાચીન રસોત્સવ માં માનવ મહેરામણ ઉમટી પડ્યું
ધોરાજીમાં એકમાત્ર અર્વાચીન રાસ ગરબા મહોત્સવ હિન્દુ યુવક સંગ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવે છે મોટી સંખ્યામાં માનવ મહેરામણ પણ ઉમટી પડે છે અને પાંચ દિવસ એ મહોત્સવમાં દરરોજ પ્રિન્સ અને પ્રિન્સેસ જાહેર કરવામાં આવે છે રાસ ગરબા મહોત્સવમાં રમવા તથા જોવાનો આ બાબતે કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. પરંતુ પ્રથમ બે દિવસ સારા રહ્યા અને છેલ્લા ત્રણ દિવસથી વરસાદની હિસાબે વિઘ્ન આવ્યું છે.
રાસ ગરબા મહોત્સવમાં રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ પ્રસંગે હિન્દુ યુવક સંગઠના પ્રમુખ હરકિશનભાઈ માવાણી અખિલ ભારતી વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ધોરાજી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ મયુરભાઈ શિંગાળા ધોરાજી ધોરાજી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રામભાઈ હેરભા તાલુકા સંઘના પૂર્વ ઉપાધ્યક્ષ હરેશભાઈ હેરભા પૂર્વ નગરપતિ કે.પી માવાણી રાજકોટ જિલ્લા બેંકના ડિરેક્ટર કાંતિભાઈ જાગાણી ભોલાભાઈ માવાણી અભી માવાણી ડોક્ટર જગદીશ બોસમીયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
આયોજક હિન્દુ યુવક સંઘ ના પ્રમુખ અને માર્કેટીંગ યાર્ડ નાં ચેરમેન હરકિશનભાઇ માવાણી તેમજ કે.પી.માવાણી ભોલાભાઈ માવાણી અશ્વિનભાઈ વઘાસિયા નીતિનભાઈ જાગાણી અનિલભાઈ વાડીલાલ આઈસ્ક્રીમ પ્રફુલભાઈ વઘાસિયા કિશોરભાઈ રાજપુત વિગેરે ટીમ દ્રારા પ્રતિવર્ષ બાપુના બાવલા ચોક ખાતે અર્વાચીન રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
