<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

"શૌર્યની પરંપરા – સંસ્કૃતિનો ઉજાસ" જામનગર રાજપૂત સેવા સમાજ અને રાજપૂત યુવા સંઘ દ્વારા દશેરાના શુભદિને રાજપૂત ધર્મની ભવ્ય સંસ્કૃતિ અને ગૌરવશાળી પરંપરા મુજબ શસ્ત્રપૂજન

આ શસ્ત્રપૂજન માત્ર ધાર્મિક વિધિ નથી,રાજપૂત સમાજની શૂરવીરતા, અખંડ વિરાસત અને ગૌરવશાળી પરંપરાનું જીવંત પ્રતિક છે નવી પેઢીને પણ શૌર્ય, સંસ્કાર અને સંકલ્પનો સંદેશ પાઠવે છે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨ : જામનગર રાજપૂત સેવા સમાજ અને જામનગર રાજપૂત યુવા સંઘ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દશેરાના શુભદિને રાજપૂત ધર્મની ભવ્ય સંસ્કૃતિ અને ગૌરવશાળી પરંપરા મુજબ શસ્ત્રપૂજન કર્યું હતું.

આ શસ્ત્રપૂજન માત્ર ધાર્મિક વિધિ નથી, રાજપૂત સમાજની શૂરવીરતા, અખંડ વિરાસત અને ગૌરવશાળી પરંપરાનું જીવંત પ્રતિક છે જે માત્ર ઈતિહાસને જાગૃત રાખતા નથી, પરંતુ નવી પેઢીને પણ શૌર્ય, સંસ્કાર અને સંકલ્પનો સંદેશ પાઠવે છે.

વિજયાદશમીના પવિત્ર દિવસે શસ્ત્રપૂજન – એ શૌર્યની આરાધના અને સંસ્કૃતિનું સન્માન છે, ત્યારે સમાજના વરિષ્ઠોના આશીર્વાદ અને યુવાનોના ઉત્સાહ સાથે પરંપરાનું પાલન થતાં જોઈ ગૌરવની લાગણી અનુભવી હતી.

(12:13 PM IST)