હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 2nd October 2025
મોરબીમાંથી ઇજાગ્રસ્ત મળેલા યુવાનનું રાજકોટમાં મોત
વાહન અકસ્માતે ઇજા થઇ હતીઃ સારવાર વખતે પોતાનું નામ અમન ચતુર્વેદી જણાવ્યું હતું

રાજકોટતા. ૨: મોરબીમાં પાડા પૂલ નજીક શિવમણી મંદિર પાસે પૂલ નીચેથી એક યુવાન ગત તા. ૩૦/૯ના રોજ કપાળે ઇજા થયેલી હાલતમાં મળી આવતાં મોરબી સારવાર માટે ખસેડાયો હતો અને ત્યાંથી રાજકોટ સિવિલમાં લાવવામાં આવ્યો હતો. અહિ આ યુવાનનું આજે વહેલી સવારે મૃત્યુ થયું હતું.
સારવારમાં અગાઉ દાખલ કરાયો ત્યારે તે થોડો ભાનમાં હોઇ પોતાનું નામ અમન ચતુર્વેદી (ઉ.વ.૨૯) જણાવ્યું હતું. સારવારમાં દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી એ-ડિવીઝનમાં જાણ કરતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેને વાહન અકસમાતમાં ઇજા થયાનું જે તે વખતે બહાર આવ્યું હતું. (૧૪.૫)
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
