<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

દેવભુમી દ્વારકા જીલ્લામાં ધીમીધારે વરસતો વરસાદ : કુલ વરસાદ ૩૬ ઇંચ

કલ્‍યાણપુર તાલુકામાં ૪૮, દ્વારકામાં ૩૬ અને ભાણવડમાં ૩૩ ઇંચ વરસ્‍યો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., રઃ દેવભુમી દ્વારકા જીલ્લામાં સતત ચાર દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્‍ચે મેઘરાજાની સવારી અવિરત રહી છે. તથા ગઇકાલે પણ ઝાપટાથી માંડીને પોણો ઇંચ સુધી વ્‍યાપક વરસાદ ચારેય તાલુકાઓમાં પડયો હતો.

સતત વરસતા વરસાદથી ગારો-કિચડ થતા ગઇકાલે ખંભાળીયા, ભાણવડ, દ્વારકામાં અનેક સ્‍થળે ગરબીઓના સ્‍થળે ગારો-કીચડ થતા બાળાઓ માટે મુશ્‍કેલી થઇ હતી. તો ગરબા રમવા હોંશે-હોંશે તૈયાર થઇ નીકળેલી બાળાઓ ભીંજાઇ ગઇ હતી.

દેવભુમી દ્વારકા જીલ્લાનો સરેરાશ વરસાદ ૩૬ ઇંચ થયો છે.

તાલુકા વાર જોઇએ તો સૌથી વધુ વરસાદ કલ્‍યાણપુર તાલુકામાં ૪૮ ઇંચ થયો છે. બીજા નંબરે દ્વારકામાં ૩૬ ઇંચ, ત્રીજા નંબરે ભાણવડ ૩૩ ઇંચ અને છેલ્લા  ઘણા વર્ષોથી ૯૦/૧૦૦ ઇંચ વરસાદ જયાં પડતો તે ખંભાળીયા જીલ્લાનો સૌથી ઓછો ર૬ ઇંચ જ વરસાદ પડયો છે. જો કે આટલા ઓછા વરસાદમાં પણ ખંભાળીયામાં સિંહણ ડેમ સિવાયના તમામ ડેમ છલકાઇ ગયા છે. તો પાક પણ સૌથી સારી સ્‍થિતિમાં ખંભાળીયા વિસ્‍તારમાં થયેલો છે. (૪.૭)

(1:21 PM IST)