બાબરાના ગરણી ગામે મકાન તથા દુકાનને નિશાન બનાવતા તસ્કરો
સોના ચાંદીના દાગીના અને રોકડ મળી દોઢ લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ર : બાબરા તાલુકાના ગરણી ગામે અશ્વિનભાઈ પુનેશભાઈ જાદવ મુળ ભડલી,તા,વિછિયા હાલ ગરણી વાળાના ઘરના મુખ્ય દરવાજા તથા રૂમના અને તીજોરી તથા દુકાનના રૂમના તાળા તોડી કોઈ તસ્કરોએ રોકડ રૂા. ૮૩,૦૦૦ તથા સોનાનો દોરો પેન્ડલ સહિત રૂા. ૬૨,૦૦૦ તથા ચાંદીના દાગીના રૂા. ૪૦૦૦ મળી કુલ રૂા. ૧,૪૯,૦૦૦ ની ચોરી કરી ગયાની બાબરા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ધમકી
અમરેલી તાલુકાના ચિતલ આઉટ પોસ્ટ ખાતે ચિતલ ગામના જકાતનાકા પાસે તા. ૩૦-૯ના ૧૮.૦૦ થી ૨૦.૦૦ દરમ્યાન અમરેલી તાલુકા પોલિસ મથકના મહિલા પીએસઆઈ એન.ડી.વાજા તથા પોલિસ કર્મચારીઓ વાહન ચેકીંગ કરતા હોય. ત્યારે રીકડીયા ગામના હાલ અમરેલી રહેતા ગૌરાંગ રાજયગુરૂ, બે અજાણી મહિલાઓ તથા એક અજાણ્યા પુરૂષે ફોર વ્હીલ જી.જે.૦૫ જે.ડી.૧૨૩૮ માં બાબરા તરફથી ચિતલ જકાતનાકા ખાતે આવતા કાર રોકીને ચેક કરતા ગૌરાંગ રાજયગુરૂ મહિલા પીએસઆઈને સારી રીતે ઓળખતો હોય. અને અનુસુચિત જાતિના હોય તેવું જાણતો હોવા છતા અભદ્ર વર્તન કરી મહિલા પોલિસ અધિકારી તથા અન્ય મહિલાઓ પણ હાજર હોય.તેમ છતાસ્ત્રી મર્યાદાનો ભંગ કરી જાહેર જગ્યાએ ચારેય જણાએ મહિલા પીએસઆઈ તથા તેની સાથેના પોલિસ કર્મચારીઓને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની અમરેલી તાલુકા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
છેડતી
અમરેલી જેસીંગપરામાં રહેતી યુવતિને બહારપરામાં રહેતા મેબલો ખાટકી ઈશારા કરી છેડતી કરતા તેમને સમજાવવા જતા ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યાની અમરેલી સીટી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ડેડાણ ગામે જુગાર
રમતા ત્રણ ઝડપાયા
ખાંભા તાલુકાના ડેડાણ ગામે જાહેરમાં હારજીતનો જુગાર રમતા શામજી રણછોડભાઈ મકવાણા, ધીરૂ નાનજીભાઈ સાંખટ,ધરમશી સામંતભાઈ ઢાપાને પો. કોન્સ. સહદેવભાઈ મકવાણાએ રોકડ રૂા. ૧૫૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.રેઈડ દરમ્યાન અબુ ઈસાભાઈ અગવાન, સલીમ અગવાન,ધનજી રણછોડભાઈ મકવાણા, મુના જાદવભાઈ પરમાર, રજાક હાજીભાઈ શમા નાસી છુટયા હતા.
ડુબી જતા બાળકનું મોત
બાબરાના અમરવાલપુર ગામે બસસ્ટેશન પાસે નદી પરના ચેકડેમમાં માનસિક બિમાર બાળક સચિન અનીલભાઈ ખરતે મુળ એમપી હાલ અમરવાલપુર ચેકડેમમાં પાણીમાં ડુબી જવાથી મોત નિપજયાનું અનીલભાઈ ઉંચાઈ લાભાઈ ખરતેએ બાબરા પોલિસ મથકમાં જાહેર કરેલ છે.
જાહેરનામાનો ભંગ
અમરેલી જીલ્લામાં અધિક જીલ્લા મેજીસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરતા બાબરાના મોટા દેવળીયા ગામના દેવેન્દ્ર પરેશભાઈ વઘાણીયા છરી સાથે નીકળતા પો.કોન્સ.હસમુખભાઈ ચૌહાણે તેમજ મોટા દેવળીયામાં દાદુ જમાલભાઈ મીરને લાકડી લઈ નીકળતા હે.કોન્સ.બાબુભાઈ પરમારે,ખાંભાના ધુંધવાણા ગામે રામ રાણાભાઈ ગોહિલ પાઈપ સાથે નીકળતા પો.કોન્સ. ગોવિંદભાઈ સીસારાએ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
