<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

જામનગરના લીંબુડા ગામે શ્રી લીંબુડાં અંબીકા ગરબી મંડળમાં બાળાઓ દ્વારા ઐતિહાસિક નાટક રા' .નવઘણ અને તલવાર રાસ ભુવા રાસ રજૂ

મંડળના આયોજક દ્વારા મહા આરતીનું આયોજન પણ કરાયું હતુ માતાજીના નવલા નોરતામાં મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉમટી પડ્‍યા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨: જામનગર જિલ્લાના લીંબુડા ગામે શ્રી લીંબુડાં અંબીકા ગરબી મંડળ દ્વારા ઘણા વર્ષો ગરબી ચાલુ છે તેમજ આઠમા નોરતાના દિવસે ૧૨ થી ૧૩ વર્ષની બાળાઓ દ્વારા ઐતિહાસિક નાટક રા'.નવઘણ અને તલવાર રાસ ભુવા રાસ કર્યો હતો.

આ  મંડળના આયોજક દ્વારા મહા આરતીનું આયોજન પણ કરાયું હતું માતાજીના નવલા નોરતામાં મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉમટી પડ્‍યા હતા  તેમજ બાળાઓને તૈયાર કરવા અને નાટક તેમજ રાસ લેવા માટેની તૈયારી ભાવિકાબેન મનસુખભાઈ મારવણીયા દ્વારા છેલ્લા એક મહિના તૈયારી કરવામાં આવી હતી તેવું ગરબી સંચાલક અનિલભાઈ રામોલિયા જણાવ્‍યું હતું.( તસવીરઃ કિંજલ કારસરીયા- જામનગર)

(1:24 PM IST)