<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

જામનગરના વાંસજાળીયામાં દોઢ સમાણા-ધ્રાફામાં ૧ ઇંચ વરસાદ

ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વરસતા વરસાદથી વાતાવરણમાં ઠંડક

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨: જામનગર જીલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ઝાપટાથી માંડીને દોઢ ઇંચ વરસાદ પડયો છે.

જેમાં વાંસજાળીયામાં દોઢ, સમાણા અને ધ્રાફામાં ૧ ઇંચ વરસાદ વરસ્‍યો છે.

આ ઉપરાંત ધુનડા, મોટા પાંચ દેવડા મોટી બાણુગારમાં પોણો ઇંચ જયારે પીપર ટોડા, નવાગામમાં અડધો ઇંચ વરસાદ જયારે પરડવા, પડાણા, ભણગોર, મોડપર, હરીપર, નિકાવા, ખરેડી, મોટા વડાળામાં ઝાપટા પડયા છે. છેલ્લા ૨૪ કલાકમાં જામજોધપુરમાં પોણ ઇંચ તથા જામનગર, જોડીયા, લાલકપુરમાં ઝાપટા પડયા છે. (૩.૧૪)

(1:42 PM IST)