<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

મોરબીના વિરાટનગર(૨) ગામે વડસોલા પરિવારનું સ્નેહમિલન: પંચકુંડી યજ્ઞ અને તેજસ્વી તારલા સન્માન કાર્યક્રમ યોજાયો.

તેજસ્વી તારલાનું સન્માન અને અન્ન ભેળા એના મન ભેળાની ભાવના સાથે મહા પ્રસાદ સમૂહ ભોજનનું આયોજન કરાયું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના વિરાટનગર રંગપર ખાતે માઁ બુટ ભવાનીના બેસણા છે. દર વર્ષે સમસ્ત વડસોલા પરિવારનું સ્નેહમિલન તેમજ પંચકુંડી યજ્ઞનું અદકેરું આયોજન ક૨વામાં આવે છે. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તેજસ્વી તારલાનું સન્માન અને અન્ન ભેળા એના મન ભેળાની ભાવના સાથે મહા પ્રસાદ સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું

      આ વર્ષના ભોજન પ્રસાદના દાતા ટીંબડી રમેશભાઈ શામજીભાઈ વડસોલા, આઈસ્ક્રીમના દાતા ડો.પ્રેક્ષા તરૂણભાઈ વડસોલા એમ.ડી. સત્વ લેબોરેટરી રાજકોટ અને મેટોડા જીઆઈડીસી, સોડાના દાતા ઘૂંટું જગદીશભાઈ નરશીભાઈ વડસોલા હતા. સમગ્ર વડસોલા પરિવાર દ્વારા તેજસ્વી તારલાઓ મલ્હાર ચિરાગભાઈ વડસોલા તબલા વાદન, ધર્મી રાજેશભાઈ વડસોલા એસએસસીમાં પ્રથમ ભવ્ય હસમુખભાઈ વડસોલા દ્વિતિય નંબર, રાજ ચંદુભાઈ તૃતિય નંબર, હાલ ભુવનેશ્વર ઓરિસ્સા ખાતે સમ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.હિતાર્થી દિનેશભાઈ વડસોલા M.D. હાલ અમદાવાદ ખાતે ફરજ બજાવતા ક્રિષ્ના ભરતભાઈ વડસોલા MBA વૈદેહી નિલેશભાઈ વડસોલા મનોવિજ્ઞાનમાં ગોલ્ડ મેડાલિસ્ટ તન્મય હાર્દિકભાઈ વડસોલા નેશનલ કક્ષાએ કરાટેમાં સિલ્વર મેડલ, અલ્પાબેન ચિરાગભાઈ વડસોલા ગીતાજ્ઞાન સ્પર્ધામાં 94 % માર્ક, નેશનલ કક્ષાએ પાસિંગ વોલીબોલ સ્પર્ધામાં નંબર પ્રાપ્ત કરનાર હિત રમેશભાઈ અને હેત નારણભાઈ વડસોલા વગેરેનું માતાજીના ભુવા બાબુભુવાના વરદ હસ્તે સન્માન કરાયું હતું.
   વડસોલા પરિવારના ઘરદીઠ જીતુભાઈ વડસોલા નિલકંઠ વિદ્યાલય-મોરબી તરફથી મુખવાસ દાની અર્પણ કરવામાં આવી હતી, આ પ્રસંગે શિક્ષક અગ્રણી દિનેશભાઈ વડસોલાએ પાટીદારોની સંઘર્ષ ગાથા રજૂ કરી પરિવારના વડિલોના પરસેવાની કમાણી કાળી મજૂરીના કારણે પાટીદાર પરિવારની ચારેતરફ પ્રગતિ જોવા મળી રહી છે ત્યારે હાલની પેઢીએ વ્યસનના દુષણથી બચવું જોઈએ સમાજના લોકોએ એકબીજાના પગ ખેંચવાના બદલે હાથ પકડવા જોઈએ વગેરે વાતો કરી હતી, હસમુખભાઈ વડસોલાએ તમામ દાતાઓની દિલેરીને વધાવી હતી,આવતા વર્ષ 2026ના મહાપ્રસાદના દાતા હાલ લંડન સ્થિત પ્રકાશભાઈ ડાયાભાઈ વડસોલા અને વર્ષ 2027ના મહાપ્રસાદના દાતા તરીકે મગનભાઈ સુંદરજીભાઈ વડસોલાની જાહેર કરવામાં આવી હતી.
   પંચકુંડી યજ્ઞના શાસ્ત્રીએ યતિનભાઈ દવેએ શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞ કરાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વિરાટનગરની યુવા ટીમે ખુબજ જહેમત ઉઠાવી હતી.

(8:54 PM IST)