<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

જામનગરમાં સિંધી સમાજ દ્વારા વિજ્યાદશમીની ઉજવણી : પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રાવણ દહન

પુનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા, મેયર વિનોદ ખીમસુરીયા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

જામનગરમાં સિંધી સમાજ દ્વારા વિજયા દશમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રાવણ દહન કરી વિજયા દશમીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ઉમટી પડયા હતા. આ તકે સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા, મેયર વિનોદ ખીમસુરીયા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર) 



 

(9:24 PM IST)