<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

જામનગરમાં ધારાસભ્ય રિવાબા જાડેજા અને નયનાબેન જાડેજાએ પરંપરાગત રીતે કર્યું શસ્ત્ર પૂજન

જામનગરમાં રાજપૂત સમાજના આગેવાનો દ્વારા પરંપરાગત રીતે દશેરા પર્વની ઉજવણી

જામનગર : દશેરાના પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી છે. આજે શસ્ત્રોની પુજા પણ કરવામાં આવે છે. જામનગરમાં રાજપૂત સમાજના આગેવાનો દ્વારા પરંપરાગત રીતે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજપૂત સમાજનો લોકોએ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું છે. જેમાં જામનગરના ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ શસ્ત્ર પૂજન કર્યુ છે. તેમની સાથે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નાયનાબા જાડેજાએ પણ શસ્ત્ર પૂજન કર્યુ છે.

ઉલ્લેખનીય છે કે જામનગરમાં રાજપૂત સમાજ દ્વારા આયોજન કરવામાં આવેલા શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં રિવાબા અને નયનાબા હાજર રહ્યાં હતા અને શસ્ત્રોની પૂજા કરી હતી. ભારતીય ક્રિકેટ ટીમને એશિયા કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

 

(9:29 PM IST)