તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Thursday, 2nd October 2025
મોરબી જિલ્લા પોલીસ દ્વારા વિજ્યાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો.
જિલ્લા પોલીસ વડા,ડીવાયએસપી,શહેરના અને તાલુકા પોલીસ સ્ટેશન , એસઓજી,એલસીબી હેડ ક્વાર્ટરના પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓ દ્વારા પોતાના શસ્ત્રોનું પૂજન કરાયું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : વિજ્યાદશમી પર્વ નિમિત્તે મોરબી જિલ્લા પોલીસ દ્વારા તાલુકા પોલીસ લાઈન ખાતે ગરબીના ગ્રાઉન્ડમાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલ, ડીવાયએસપી પી.એ. ઝાલા, વી.બી. દલવાડી, એ ડિવિઝન પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન, તાલુકા પોલીસ સ્ટેશન, એસઓજી, એલસીબી, હેડ ક્વાર્ટરના પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓ દ્વારા પોતાના શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું.
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
