હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 3rd October 2025
વિસાવદરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:જેતલવડ ગામના ખેતરમાં ટ્રેક્ટર ઉપર વીજળી પડતા આખું ટ્રેક્ટર બળીને રાખ
જૂનાગઢની જીવાદોરી સમાન વેલિંગ્ટન ડેમ ઑવરફ્લો થયો:શહેરના મુખ્ય માર્ગો પણ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા

જૂનાગઢમાં આસોમાં અષાઢી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે, ત્યારે આજે વિસાવદરમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ દરમિયાન જેતલવડ ગામના ખેતરમાં રહેલા ટ્રેક્ટર પર આકાશમાંથી કડાકા સાથે વીજળી પડી હતી. જેના કારણે આખું ટ્રેક્ટર બળીને રાખ થઈ ગયું હતુ. આ મામલે ગામના સરપંચે સરકાર સમક્ષ સહાયની માંગ કરવામાં આવી છે.
જૂનાગઢમાં સતત પડી રહેલા વરસાદના કારણે જૂનાગઢની જીવાદોરી સમાન વેલિંગ્ટન ડેમ ઑવરફ્લો થયો છે. જ્યારે જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગો પણ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
(12:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
