<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

મોરબીના મહેન્દ્રનગર ગામના મોક્ષધામમાં પ્રાર્થના હોલનું લોકાપર્ણ કરાયું.

મહંત દામજીભગત – નકલંકધામ બગથળા તથા મહંત ભાવેશ્વરીબેન – રામધન આશ્રમ મહેન્દ્રનગરના વરદ હસ્તે લોકાર્પણ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : હંસરાજભાઈ જેરામભાઈ કૈલાની પ્રેરણાથી તેમના પુત્ર જીગ્નેશભાઈ કૈલાના આર્થિક સહયોગથી મહેન્દ્રનગરના મોક્ષધામમાં “પ્રાર્થના હોલ”નું નિર્માણ કરવામાં આવ્યું છે જેની લોકાર્પણ વિધિ તા.૦૨/૧૦/૨૦૨૫ ને ગુરુવાર , વિજયાદશમી ના દિવસે મહંત દામજીભગત – નકલંકધામ બગથળા તથા મહંત ભાવેશ્વરીબેન – રામધન આશ્રમ મહેન્દ્રનગરના વરદ હસ્તે રાખવામાં આવ્યું છે.

   આ પ્રસંગ નિમિત્તે વિશાળ સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં જીજ્ઞેશભાઈ કૈલાએ પોતાની જન્મ ભૂમિ અને કર્મભૂમિ પ્રત્યે ઋણ અદા કરવાની વાત કરેલ અને જીજ્ઞેશભાઈ કૈલાના રૂપિયા ૧૭,૫૧,૦૦૦/- ( સત્તર લાખ એકાવન હજાર રૂપિયા ) ના આર્થિક માતબર દાનથી મહેન્દ્રનગરમાં આધુનિક “ પ્રાર્થના હોલ “ ના લોકાર્પણથી ગ્રામજનોએ ખુશીઓની લાગણી સાથે આભાર વ્યક્ત કર્યો હતો

(12:55 AM IST)