<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

સાયલા કોર્ટ પરિસરમાં એક વકીલનો વકીલ પર હૂમલો

વઢવાણ, તા.૩: ગઈકાલે કોર્ટના બાર રૂમમાં હાજર વકીલ મુકેશભાઈ જાની પર અન્‍ય વકીલ હરેશ જોગરાણાએ ઓચિંતો હુમલો કરી દીધો હતો. આ દરમિયાન ત્‍યાં હાજર વકીલો પણ હતઙ્ઘત થઈ ગયા હતા અને બન્નેને છૂટા પાડવા માટે પ્રયાસ કર્યા હતા.પોતાના અસીલોની અરજી કોર્ટે નામંજૂર કરતા તેનું મનદુઃખ રાખી સામે વાળાના વકીલ મુકેશભાઈ જાની પર હરેશ જોગરાણા એ હુમલો કર્યો કોર્ટમાં થયેલ માથાકૂટ માં ઈજાગ્રસ્‍ત થયેલા વકીલ મુકેશભાઈ જાનીને માથાના ભાગે ઇજાઓ થવા સાથે શ્વાસ લેવામાં તકલીફ થતા સાથેના વકીલો દ્વારા તેમને તુરંત સાયલા સરકારી હોસ્‍પિટલ ખાતે અને ત્‍યાંથી વધુ સારવાર અર્થે સુરેન્‍દ્રનગર લઈ જવાયા હતા.

ઘટનાની ગંભીરતા પારખી સાયલા પોલીસ દ્વારા આરોપી વકીલની અટકાયત કરી હતી. હુમલાની ઘટના બાદ ભોગ બનનાર મુકેશભાઈ જાની દ્વારા હરેશ જોગરાણા વિરુધ્‍ધ ગળું દબાવી, તેણે હાથમાં પહેરેલ સરલ વડે માથામાં ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની કોશિશ કરવાનો ગુનો દાખલ કરતા સાયલા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(10:12 AM IST)