<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

માળિયા (મી.)ના બરવાળામાં ઘર ઉપર વીજળી પડી

મોરબીઃ માળિયા મિયાણા તાલુકાના બરવાળા ગામે આજે વરસાદી માહોલ વચ્‍ચે એક ઘર ઉપર વીજળી પડી હતી. ગામના રહેવાસી અને ટંકારામાં પુરવઠાના નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા વિશાલભાઈ બાવરવાએ જણાવ્‍યું કે રતિલાલ બાવરવાના ઘર ઉપર આજે વીજળી પડી હતી. જેને ઓગલે પારાપેટને નુકસાન થયું છે. આ સાથે ઘરનું સંપૂર્ણ વાયરિંગ પણ બળી ગયું છે. ઘરમાં મહિલાઓ હાજર હતા. કોઈને ઈજા કે અન્‍ય કઈ થયું ન હોવાથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

(10:44 AM IST)