<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

ધ્રોલ નજીક હાઇવે પર ભયાનક અકસ્માત: ૨ કારનો ભુક્કો બોલી ગયો : બે લોકોને ઈજા

આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સમા સારવાર માટે જામનગર ખાતે ખસેડવામાં આવ્યા

(સંજય ડાંગર દ્વારા)ધ્રોલ તા.૩: ધ્રોલ નજીક રાજકોટ હાઈવે પર વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. 

આહીર કન્યા છાત્રાલયથી થોડે આગળ થયેલા આ અકસ્માતમાં બે ફોર વ્હીલ ગાડીઓનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જેને કારણે બંને ગાડીઓ 'ટોટલ લોસ' થઈ હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માત બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. તાત્કાલિક ઈજાગ્રસ્તોને 108 મા સારવાર માટે જામનગરની ખાતે ખસેડવામાં આવ્યા હતા. વધુ વિગતો મેળવાય રહી છે.

(10:52 AM IST)