<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર હવામાનઃ હળવો-ભારે વરસાદ યથાવત

નોરતા પુર્ણ થઇ ગયા હોવા છતાં પણ મેઘાવી માહોલ બરકરારઃ રાત્રે-સવારે ઠંડક બપોરે ગરમી

રાજકોટ તા. ૩ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર હવામાન યથાવત છે. અને હળવો ભારે વરસાદ યથાવત છે. નોરતા પૂર્ણ થઇ ગયા હોવા છતાં પણ મેઘાવી માહોલ બરકરાર છે. રાત્રીના અને વહેલી સવારે ઠંડક અને બપોરે ગરમીની અસર થાય છે. અને દિવસ દરમિયાન હળવો ભારે વરસાદ વરસી જાય છે.

કચ્‍છ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ :. અસહ્ય ગરમી વચ્‍ચે કચ્‍છમાં બપોર બાદ એકાએક હવામાનમાં પલટો આવ્‍યો હતો. ભારે ગાજવીજ સાથે અંજાર અને રાપરમાં દોઢ ઇંચ, ભચાઉ, ગાંધીધામ અને ભુજમાં એક ઇંચ, નખત્રાણા અડધો ઇંચ વરસાદ પડ્‍યો હતો. જ્‍યારે માંડવી મુન્‍દ્રામાં ઝાપટાં સાથે પાણી વહી નીકળ્‍યા હતા. ઠંડા પવનના સુસવાટા અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્‍યો હતો. આજે હજી પણ વરસાદી માહોલ છે.

કોટડાપીઠા

(ભરત મહેતા દ્વારા) કોટડાપીઠા :. બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે આજે સાંજે પાંચ વાગ્‍યા બાદ જોરદાર વરસાદ પડેલ હતો. વરસાદ પડેલ છે.

આ વરસાદથી ખેડૂતોએ ઉપાડેલ આગોતરી માંડવીના પાથરા પલળી જા પશુ માટેનાં ઘાસચારાનો પ્રશ્ન વીકટ બનશે, કપાસનાં આવેલ ફાલ (માબખા) પલળી ને ખરી જતા ખેડૂતોને ભારે નુકશાની થશે. જયારે આમ ઉભા પાકને ફાયદો થશે. આમ નુકશાન નફો બને થશે, આમ છેલ્લે છેલ્લે... હાથીયાએ સુંઢ ફરવતા નફો, નુકશાન બને થશે, આમ છેલ્લા ચાર-પાંચ દિવસથી વરસાદ ઝાપટા ચાલુ હોવાથી ખેડૂતોએ ખેતરમાં ઉપાડેલ મગફળીના પાથરા પલળતા નુકશાનની વેઠવાનો વારો આવ્‍યો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : છેલ્લા ર૪ કલાકમાં જામજોધપુરમાં દોઢ, જોડીયામાં સવા, ધ્રોલ, અને કાલાવડમાં પોણો, જામનગરમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :   ભાવનગર જિલ્લાના મહુવામાં દોઢ ઈંચ ,સિહોર, ઘોઘા માં અડધો ઇંચ અને જિલ્લાના અન્‍ય તાલુકામાં વરસાદના હરવા ભારે ઝાપટા પડ્‍યા છે.

ગોહિલવાડ પંથકમાં   દિવસભર વરસાદી માહોલ રહ્યો હતો. જિલ્લાના મહુવામાં  ધોધમાર વરસાદ તૂટી પડ્‍યો હતો અને દોઢ ઇંચ થી વધુ વરસાદ પડ્‍યો હતો. જ્‍યારે સિહોર અને ઘોઘામાં અડધા ઇંચથી વધુ વરસાદ પડ્‍યો છે. ભાવનગર શહેર અને અન્‍ય તાલુકામાં દિવસભર હળવા ભારે ઝાપટા વરસી રહ્યા હતા.

આજે સવારે  પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાવનગર જિલ્લામાં વલભીપુરમાં ૭, ઉમરાળામાં ૭, ભાવનગર શહેરમાં ૧, ઘોઘામાં ૧૬, સિહોરમાં ૧૨,ગારીયાધાર માં ૧, પાલીતાણામાં ૪, મહુવામાં ૩૨ અને જેસરમાં ૬ મી.મી. વરસાદ નોંધાયો છે. 

(11:00 AM IST)