તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd October 2025
દરીયામાં ડિઝલ કૌભાંડ ખુલ્લુ પાડતી દેવભુમી દ્વારકા એસઓજી ટીમ
માછીમારીની આડમાં ગેરકાયદે ડિઝલની ખરીદી કરીને વેંચતા'તા : ર ઝડપાયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૩: પોલીસ મહાનિરીક્ષક અશોક યાદવ રાજકોટ વિભાગ-રાજકોટ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળાએ સુચના આપી હતી.
માછીમારી કરીને પરત આવેલ માછીમારી બોટ અલ અબ્બાસી રજી.નં.આઈ.એન.ડી.-જીજે-૩૭-એમ.ઓ.-૧૨૩૮નો ટંડેલ બીલાલ ઓસમાણ ભાયા, રહે. સલાયા, શફીઢોરો વાળો ગેર કાયદેસર રીતે કોઈપણ પ્રકારના લાયસન્સ કે સક્ષમ અધિકારીશ્રીની મંજૂરી વગર દરિયામાંથી ડીઝલનો જથ્થો લઈને આવેલ છે અને તે ડીઝલનો જથ્થો તે આમદ હુંદડાને આપવાનું છે તે આધારે કાર્યવાહી કરતા આરોપી નં.(૧) બિલાલભાઈ મ.ઓફ ઓસમાણભાઈ મામદભાઈ ભાયા, મુરલીમ વાઘેર ઉવ.૩૫, ધંધો માછીમારી રહે.સલાથા, શફી ઢોરો, શાબીર મસ્જીદવાળી ગલીમાં, અભલો ઓફિસવાળાની બાજુમાંવાળો પુરવઠા અધિકારી શ્રી સક્ષમ અધિકારીશ્રી તરફથી આપવામાં આવતા જવલનશીલ પ્રવાહીનો પુરવઠા આપવા, સંગ્રહ કરવા, વેચાણ કરવા બાબતેના લાયસન્સ/આધાર વગર તેમજ ડીઝલના જથ્થાની બાર્જમાંથી ડીઝલની પાઈપ મારફતે હેરફેર કરતી વખતે આગ લાગવાથી અકસ્માત થવાને અને અન્ય માણસોની જીંદગી જોખમાય તેવી સંભાવના હોવાનું જાણતા હોવા જ છતાપણ કોઈપણ પ્રકારની તકેદારી રાખ્યા ડીઝલની હેરાફેરી કરી તેમજ પોતાની માછીમારી બોટનું માછીમારી કરવા જવા અંગેની મંજુરી આપતું ફિશરીઝ વિભાગનું ઓનલાઈન ટોકન નહિં મેળવીને એક બાર્જમાંથી ૧૨૦૦/-લીટર ડીઝલ કિં.રૂ.૧,૦૮,૦૦૦/-નું લઈ આવેલ હોવાનું જણાયેલ તેમજ આરોપી (૨) આમદભાઈ સ.ઓફ સલેમાનભાઈ હારૂનભાઈ હંદડા, મુસ્લીમ વાઘેર, ઉવ.૩૫, ધંધો, માછીમારી, રહે. સલાયા, પરોડિયા રોડ, ડીવી સોલ્ટની બાજુમાં, શાંતિનગર વાળાએ બાર્જના ઓપરેટર સાથે ટેલીફોનીક વાતચીત કરીને કુલ-૦૫ બેરલમાં ૧૨૦૦/ લીટર ડીઝલ કિ.રૂ.૧,૦૮,૦૦૦/-નું આરોપી નં.(૧) મારફતે મંગાવી તેમજ તે ડીઝલના પોતાના મોબાઈલ મારફતે ઓનલાઈન ગૂગલ પે મારફતે ડીઝલના નાણા ચુકવી તેમજ આરોપી નં. (૩) બાર્જનો ઓપરેટરે આરોપી નં.૦૨ ના કહેવાથી આરોપી નં.૦૧ વાળાને ૧૨૦૦/ લીટર ડીઝલ ગેર કાયદેસર રીતે વેચાણ કરેલા હોય આ કામના આરોપી નં.૦૧ વાળાની અલ અબ્બામી બોટમાંથી ૧૨૦૦/-લીટર ડીઝલ કબ્જે લઈ અને ઉપરોક્ત ત્રણેથ આરોપીઓ વિરૂધ્ધમાં ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ની કલમ-૨૮૭, ૫૪ તથા આવશ્યક ચીજવસ્તુ ધારા ૧૯૫૫ ની કલમ ૩, ૭(૧)(૨)( ii) તથા ફિશરીજ એક્ટ (સુધારો) ૨૦૨૦ની કલમ ૨૧(૧) મુજબ સલાયા મરીન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે.
પોલીસે ગેર કાયદેસર રીતે ખરીદ કરેલ ૧૨૦૦/ લીટર ડીઝલ કિં.રૂ.૧,૦૮,૦૦૦/- સાથે (૧) બિલાલ સ.ઓફ ઓસમાણભાઈ મામદભાઈ ભાયા, મુસ્લીમ વાઘેર ઉવ.૩૫, ધંધો. માછીમારી રહે. સલાયા, શફી ઢોરો, શાબીર મસ્જીદવાળી ગલીમાં, અભલો ઓફિસવાળાની બાજુમાં, તા.જામ-ખંભાળીયા, જી.દેવભુમી દ્વારકા. (૨) આમદ સ.ઓફ સલેમાનભાઈ હારૂનભાઈ હુંદડા, મુસ્લીમ વાઘેર, ઉવ.૩૫, ધંધો. માછીમારી, રહે, સલાયા, પરોડિયા રોડ, ડીવી સોલ્ટની બાજુમાં, શાંતિનગર, તા.જામ-ખંભાળીયા, જી.દેવભુમી દ્વારકાને ઝડપી લીધેલ છે.
આ કામગીરીમાં (૧) શ્રી કે.કે.ગોહીલ, પોલીસ ઈન્સ્પેક્ટર, ઈન્ચા.એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા. (૨) શ્રી કે.એમ.જાડેજા, પોલીસ સબ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા. (૩) શ્રી હરદેવસિંહ ગુમાનસિંહ જાડેજા, આસી.સબ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા. (૪) શ્રી હરદિપસિંહ હેમંતસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા. (૫) શ્રી નિર્મળભાઈ ભરતભાઈ આંબલીયા. પોલીસ હેડ કોન્સ્ટેબલ. એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા. (૬) શ્રી મહાવિરસિંહ બળવંતસિંહ ગોહીલ, પોલીસ કોન્સ્ટેબલ, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા. (૭) શ્રી કિશોરભાઈ બાબાભાઈ ડાંગર, ડ્રા. પોલીસ હેડ કોન્સ્ટેબલ, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકાએ કરેલ છે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
