News of Friday, 3rd October 2025
મિત્રને મળવા જોરાવરનગરથી રાજકોટ આવેલા દિપક સોલંકીની ધોલધપાટ
અવધના ઢાળ પાસે બનાવઃ અહિ શું ઉભો છો કહી હુમલો

રાજકોટ તા. ૩: સુરેન્દ્રનગરના જોરાવરનગર ખાતે આંબેડકરનગરમાં રહેતાં અને કંપનીમાં કામ કરતાં દિપકભાઇ પરષોત્તમભાઇ સોલંકી (ઉ.વ.૩૧)ને તે ગત રાતે દસેક વાગ્યે રાજકોટ કાલાવડ રોડ અવધના ઢાળ નજીક રહેતાં મિત્રને મળવા આવ્યો હોઇ ત્યાં ઉભો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ આવી ધોકા-પાઇપ ઢીકાપાટુનો માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં તાલુકા પોલીસને જાણ કરાઇ હતી.
દિપકભાઇના કહેવા મુજબ પોતે મિત્રના ઘરે જતો હતો અને ત્યાં રસ્તામાં ઉભો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ અહિ શું કરે છે? શુંકામ ઉભો છો? કહી ગાળો દેતાં ગાળો બોલવાની ના પાડતાં હુમલો કરાયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૫)
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
