તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Friday, 3rd October 2025
કુવાડવા પંથકમાં ૧૪ વર્ષની બાળા સાથે ૧૭ વર્ષના સગીરનું દૂષ્કર્મ
બાળાને પેટમાં દુઃખાવો થતાં દવાખાને લઇ જવાતાં છ માસનો ગર્ભ હોવાનું ખુલ્યું: કુવાડવા રોડ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી

રાજકોટ તા. ૩: શહેરના કુવાડવા પંથકમાં દૂષ્કર્મની એક ઘટના સામે આવી છે. જેમાં ૧૪ વર્ષની સગીરા સાથે ૧૭ વર્ષના સગીરે બળજબરી આચરી લીધી હતી અને આ કારણે સગીરા ગર્ભવતી બની ગઇ હતી. આ બનાવની ફરિયાદ દાખલ થતાં ચકચાર જાગી છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળ્યા મુજબ કુવાડવા પંથકમાં રહેતાં એક પરિવારની ૧૪ વર્ષની દિકરીની માતાએ કુવાડવા રોડ પોલીસમાં બળાત્કાર, પોક્સો હેઠળ ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં આરોપી પણ સગીર વયનો-૧૭ વર્ષનો છે. ભોગ બનનાર બાળાને નજીકના જ વિસ્તારમાં રહેતાં આ સગીરે કોઇપણ રીતે ફસાવીને પ્રેમસંબંધ બાંધ્યો હતો. બાદમાં તેણી સાથે દૂષ્કર્મ આચરી લેતાં તે સગર્ભા થઇ ગઇ હતી. તેણીને પેટમાં દુઃખાવો ચાલુ થતાં માતા દવાખાને લઇ ગઇ ત્યારે તબિબે પેટમાં છ માસનો ગર્ભ હોવાનું કહેતાં માતા સહિત પરિવારજનો ચોંકી ગયા હતાં. સગીરાને પુછતાછ કરતાં તેણે સમગ્ર વાત જણાવતાં પરિવારજનો કુવાડવા રોડ પોલીસ સ્ટેશને પહોંચતા પીઆઇ બી. પી. રજયાની રાહબરીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. (૧૪.૫)
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
