તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Friday, 3rd October 2025
રાવણ દહન સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં નવરાત્રી મહોત્સવ સંપન્ન
પ્રાચીન-અર્વાચીન રાસોત્સવમાં લ્હાણી-ઇનામ વિતરણઃ ભાવિકો દ્વારા માતાજીની આરાધના સાથે અનુષ્ઠાન પુર્ણ

પ્રથમ અને બીજી તસ્વીરમાં જામનગરમાં અને ત્રીજી તસ્વીરમાં ભાવનગરમાં રાવણ દહન કાર્યક્રમ નજરે પડે છે. (તસ્વીર : કિંજલ કારસરીયા (જામનગર) મેઘના વિપુલ હિરાણી (ભાવનગર)
રાજકોટ તા. ર :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં રાવણ દહન સાથે નવરાત્રી મહોત્સવ સંપન્ન થયો છે. પ્રાચીન-અર્વાચીન રાસોત્સવ પુર્ણ થયા છે. અને લ્હાણી અને ઇનામનું વિતરણ કરાયુ છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :.. ભાવનગરમાં ગઈકાલે દશેરા એ સાંજે બે સ્થળોએ રાવણ દહન નો કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા પ્રેરિત અને બજરંગ વિકાસ સમિતિ દ્વારા ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે તેમજ સિંધી સમાજ દ્વારા જવાહર મેદાન ખાતે રાવણ દહન નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
વિજયા દશમી દશેરાના દિવસે પરંપરાગત રીતે ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે સિંધી સમાજ દ્વારા રાવણ દહન કરાયું હતું. શોભાયાત્રા બાદ ભવ્ય આતશબાજી કર્યા પછી રાવણ ,કુંભકર્ણ અને મેઘનાથ ના પૂતળા નું દહન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજકીય આગેવાનો તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.
જ્યારે શહેરના પ્રવેશ દ્વારે આવેલ ચિત્રાના માર્કેટિંગ યાર્ડ ખાતે ૧૨માં વર્ષે પણ સતત વિજયાદશમી મહોત્સવ- રાવણ દહન કાર્યક્રમ સંતો-મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં આતશબાજી અને સાંસ્કળતિક કાર્યક્રમ નુ આયોજન જીતુભાઈ વાઘાણીની પ્રેરણાથી કરવામાં આવેલ.પરમ પૂજ્ય ધર્મભુષણ રાજેન્દ્રઙ્ઘસાદ બાપુ (રાણાબાપુ) તોરણીયા નીલકંઠધામ અને લોકસાહિત્યકાર માયાભાઈ આહીર ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે રાવણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
રાજકીય, સામાજિક અગ્રણીશ્રીઓ અને નગરજનો મોટી સંખ્યામાં રાવણ દહન કાર્યક્રમ જોવા ઉમટી પડ્યા હતા.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :. જામનગરમાં સિંધી સમાજ દ્વારા વિજયા દશમી નો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રાવણ દહન કરી વિજયા દશમીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ઉમટી પડયા હતા. આ તકે સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા, મેયર વિનોદ ખીમસુરીયા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
