<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

પોરબંદરમાં હેલ્‍થ એન્‍ડ વેલનેસ સ્‍ટુડિયોની ભૂપેન્‍દ્રભાઇ પટેલે શુભેચ્‍છા મુલાકાત લીધી

ત્‍વચા, વાળ, માનસિક આરોગ્‍ય, ફિઝીયોથેરાપી અને પોષણ માટે વૈજ્ઞાનિક અને સંવેદનાત્‍મક ઉપચાર એક છત નીચે ઉપલબ્‍ધીને મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇએ આવકારીને શુભેચ્‍છા પાઠવી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૩:  મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ ગાંધી જયંતીએ પોરબંદર આવ્‍યા ત્‍યારે હેલ્‍થ એન્‍ડ વેલનેસ સ્‍ટુડિયોની ભૂપેન્‍દ્રભાઇએ મુલાકાત લઇને એક છત નીચે ત્‍વચા, વાળ, માનસિક આરોગ્‍ય ફિઝીયોથેરાપી અને પોષણ માટે વૈજ્ઞાનિક અને સંવેદનાત્‍મક ઉપચારને આવકારીને શુભેચ્‍છા પાઠવી હતી.

મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે પોરબંદર ખાતે આધુનિક હેલ્‍થ અને વેલનેસ સ્‍ટુડિયો (રેર)ની મુલાકાત લીધી હતી. આરોગ્‍યક્ષેત્રમાં નવી દિશા તરફ પગલા સ્‍વરૂપે ઉભરતી આ પહેલ દ્વારા ત્‍વચા, વાળ, માનસિક આરોગ્‍ય, ફિઝિયોથેરાપી અને પોષણ જેવા વિષયો માટે વૈજ્ઞાનિક અને સંવેદનાત્‍મક ઉપચાર એક જ છત હેઠળ ઉપલબ્‍ધ કરાવવામાં આવ્‍યા છે. તેને મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇએ આવકારેલ છે.

હેલ્‍થ એન્‍ડ વેલનેસ સ્‍ટુડિયોમાં ડો. આકાશભાઈ રાજશાખા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાએ મુખ્‍યમંત્રીશ્રીનું સ્‍વાગત કર્યું હતું. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇની મુલાકાત વખતે કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા, ધારાસભ્‍ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી, શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી, અગ્રણી અશોકભાઈ મોઢા, જિલ્લા કલેક્‍ટર એસ. ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી  બી બી ચૌધરી, મનપા કમિશનર હસમુખભાઈ પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, નાયબ મનપા કમિશનર મનન ચતુર્વેદી સહિત અનેક આગેવાનો ઉપસ્‍થિત રહ્યાં હતા.(

(12:25 PM IST)