<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

પોરબંદર ડિસ્‍ટ્રીકટ ચેમ્‍બર દ્વારા મહિલા ઉદ્યોગ સાહસીકતા સેમિનાર

પોરબંદર, ડિસ્‍ટ્રીકટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીઝ, નવજીવન ટ્રસ્‍ટ મહિલા કલ્‍યાણ કેન્‍દ્ર, તથા સી.ઈ.ડી. સેન્‍ટર ઓફ ઈન્‍ટરપ્રિનીયોરશીપ ડેવલોપમેન્‍ટ ઘ્‍વારા ઉદ્યોગ સાહસીકતા જાગળતિ કાર્યક્રમ (મહિલાઓ માટે) એન્‍ટરપ્રિનીયોરશીપ અવેરનેશ વર્કશોપ (ઈ.એ.ડબલ્‍યુ.) વિષયક એક સેમીનાર યોજાયો હતો, જેમાં ડિસ્‍ટ્રીકટ ચેમ્‍બ૨ના નવ નિયુકત પ્રમુખશ્રી ટી. કે. કારીયા, મંત્રી જયેશભાઈ પતાણી તથા પુર્વ પ્રમુખ જતીનભાઈ હાથી અને સી.ઈ.ડી.ના શ્રી જીગ્નેશભાઈ ચૌહાણનું નવજીવન ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી જયેશભાઈ ભટ ધ્‍વારા પુષ્‍પગુચ્‍છ આપી આવકાર આપવામાં આવ્‍યો હતો. કાર્યક્રમનો પ્રારંભ ડિસ્‍ટ્રીકટ ચેમ્‍બરના પ્રમુખ ટી.કે.કારીયાના સ્‍વાગત પ્રવચનથી થયુ, તેઓએ સૌ તાલીમાર્થીઓને આવકારી ઉજજવળ ભવિષ્‍ય માટે શુભેચ્‍છાઓ આપી કાર્યક્રમ આગળ વધતા આ વર્કશોપના પ્રોજેકટ ચેરમેન જતીનભાઈ હાથી અને નવજીવન ટ્રસ્‍ટના જયેશભાઈ ભટ એ પ્રવચન આપ્‍યા. વર્કશોપનો આગળનો દોર સી.ઈ.ડી.ના જીગ્નેશભાઈ ચૌહાણ કે જેઓ આ વર્કશોપના મુખ્‍ય વકતા છે તેઓએ પોતા હસ્‍તક સંભાળી ઉદ્યોગ સાહસીકતા જાગળતિ અન્‍વયે ઉપસ્‍થિત બહેનોને માહિતગાર કર્યા. ત્‍યાર બાદ શ્રળતિબેન દરજીએ કોયર વિસ્‍તળત જાણકારી આપી. કાર્યક્રમમાં સંજીકાબેન ઢોલરીયાએ આભાર વિધિ કરી હતી. કાર્યક્રમની તસ્‍વીરો.

(1:25 PM IST)