<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

હાલારમાં હળવો વરસાદ

મોટી બાણુગાર, ધુનડા, ધ્રાફ્રામાં પોણા બે અને જાલીયા દેવાણી-૧ાા, મોટા પાંચ દેવડા, સમાણા, વાંસજાળીયામાં ૧ ઇંચ : અન્‍યત્ર ઝાપટાં

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૩ :  હાલારમાં સર્વત્ર હળવાથી ભારે ઝાપટા વરસતા છેલ્લા ર૪ કલાકથી અહીં વરસાદી માહોલ રહ્યો છે.

જેમાં જામનગર તાલુકાના વસાઇ-૧ર, લાખાબાવળ-૧૦, મોટીબાણુગાર-૪૦, ફલ્લા-૧૪, જામવંથલી-૧૦, મોટીભલસાણ-ર૦, અલિયાવાડા-ર૦ અને દરેડમાં ૭ મીમી વરસાદ પડયો છે.

ધ્રોલ તાલુકાના જાલીયાદેવાણીમાં ૩૭ મીમી વરસાદ નોંધાયો છે. જયારે જોડીયા તાલુકો કોરો રહી જવા પામ્‍યો છે.

કાલાવાડ તાલુકાના નિકાવા, ખરેડી-પ, મોટા વડાળા, ભલસાણ બેરાજા-૧૦, નવાગામ-ર૦, મોટા પાંચ દેવડામાં ર૮ મીમી વરસાદ પડયો છે.

જામજોધપુર તાલુકાના સમાણા-રર, શેઠવડાળા-ર૪, જામવાડી-ર૭, વાંસજાળીયા-રર, ધુનડા-૪૦, ધ્રાફા-૪પ, પરડવામાં ર૦ મીમી વરસાદ પડયો છે.

લાલપુર તાલુકાના પીપરટોડા, પડાણા-પ, ભણગોર-૬, મોટાખડબા-૧પ, મોડપર-૭ અને હરીપરમાં ૮ મીમી વરસાદ પડયો છે. (૯.૯)

(12:59 PM IST)