News of Friday, 3rd October 2025
હળવદના ચરાડવાની સીમમાંથી ભેંસ અને પાડીની ચોરીઃ સીસીટીવી ફુટેજના આધારે શોધખોળ
યોગેશભાઇ નાગરભાઇ ચૌહાણે હળવદ પોલીસ સ્ટેશનના પીઆઇને ફરીયાદ કરી

તસ્વીરમાં શંકાસ્પદ ટેમ્પો આ રોડ ઉપરથી નિકળયો હતો તે નજરે પડે છે.
રાજકોટ, તા., ૩ : મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામના સીમાડે, શ્રી મહાકાળી આશ્રમથી ૧ કિ.મી. દુર, દેવળીયા રોડ ઉપરથી યોગેશભાઇ નાગરભાઇ ચૌહાણની વાડીમાંથી ૧ ભેંસ અને ૧ પાડીની ચોરી થતા ફરીયાદ કરવામાં આવી છે.
આ અંગે ચરાડવા ગામના યોગેશભાઇ નાગરભાઇ ચૌહાણે હળવદ પોલીસ સ્ટેશનના પીઆઇને ફરીયાદ કરીને વાડીએથી ભેંસ અને પાડીની ચોરી થયાની જાણ કરી છે. પોલીસ ટીમે સીસીટીવી ફુટેજના આધારે શોધખોળ હાથ ધરી છે.
પોલીસને કરેલી રજુઆતમાં યોગેશભાઇ ચૌહાણે જણાવ્યું છે કે, ગઇ રાત્રે મારી વાડીએ મારી ભેંસ અને પાડી બંને કોઇ અજાણ્યા શખ્સો વાડીએ આવીને લઇ ગયા છે. જયારે સવારે વાડીએ ૬ વાગ્યા આજુબાજુ ઉઠયો ત્યારે ભેંસ કે પાડી કયાંય દેખાઇ નહી એટલે આજુબાજુ તપાસ કરતા કયાંય મળી આવેલ નથી અને ત્યાં વાડીના રસ્તે ગાડીના ચિલ્લા જોવા મળ્યા જેના પર મને એવું લાગ્યું કે કોઇ અજાણ્યા શખ્સો દ્વારા ગાડી લઇને આવી ભરી ગયેલા હોઇ તેવો અંદાજો આવતા હું અહીંયા અરજી દેવા માટે આવ્યો છું. (૪.૪)
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
