<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

જુનાગઢમાં ૬૦૦ બોટલ પાંચ લાખનો દારૂ ઝડપાયો બે આરોપી ફરાર

જુનાગઢઃ તા.૩, જૂનાગઢ રેન્‍જનાં પોલીસ મહાનિરીક્ષક  નિલેશ જાજાડીયા  સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબનાં માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમાં વિદેશી/દેશી દારૂ તથા જુગારની બદીને નેસ્‍તનાબુદ કરવા અને આવી પ્રવળત્તિ કરતા ઇસમો ઉપર ઘોંસ બોલાવી દબોચી લઇ ગે.કા. પ્રવળતિને સંપુર્ણપણે ડામી દેવા સુચના કરેલ હોય. જે હકિકત મળેલ કે, અલ્‍પેશ પાલા ગરચર રહે ગાંધીગ્રામ, ગ્રોફેડ મીલની પાછળ વાળાએ પોતાના રહેણાંક મકાને ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્‍થો રાખેલ છે જે  આધારે તપાસ કરતા મકાનના ફળીયામાં ઇનોવા કારમાં વિદેશી દારૂનો જથ્‍થો મળી આવતા તમામ મુદ્દામાલ કબ્‍જે કરી જુનાગઢ સી ડીવીઝન પો.સ્‍ટે. ઙ્કોહીબીશન એક્‍ટ. મુજબનો ગુન્‍હો દાખલ કરાવવામાં આવેલ છે. ᅠ્‌ᅠ

(૧) અલ્‍પેશ તથા  (૨) રૂત્‍વીક ભીમાભાઇ કોડીયાતર રહે. જુનાગઢ ગાંધીગ્રામવાળા ફરાર થઇ ગયા

આમ વધુમાં દારૂનો ૬૦૦ બોટલ તથા પાંચ લાખ ૮૮૦૦નો તથા -ઇનોવા કારજીજે-૨૭-સી-૬૨૬૨ કિ.રૂ.૬,૦૦,૦૦૦/-કુલ મુદામાલ કિ.રૂા.૧૧,૦૮,૮૦૦

આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ. કે.એમ.પટેલ તથા પો.સબ.ઇન્‍સ. પી.કે.ગઢવી તથા એ.એસ.આઇ.વિજયભાઇ બડવા, સામતભાઈ બારીયા, સરમણભાઇ સોલંકી, નિકુલભાઈ પટેલ તથા પો. હેડ કોન્‍સ. આઝાદસિંહ સિસોદીયા, ઇન્‍દ્રજીતસિંહ ઝાલા, જીતેષ મારૂ તથા પો.કોન્‍સ. દિપકભાઇ બડવા ડ્રા. પો.કોન્‍સ. હિતેષભાઇ જાદવ વિગેરે પોલીસ સ્‍ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(1:50 PM IST)