<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

મોરબીમાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા રેલી સાથે શસ્ત્ર પૂજન

 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૩: મોરબી જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે શષા પૂજન અને ભવ્‍ય રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. મોરબી જિલ્લા રાજપૂત સમાજના મહામંત્રી મહાવીરસિંહ નરેન્‍દ્રસિંહ જાડેજા અને પ્રમુખ દશરથસિંહ ઝાલાની આગેવાની હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો.

આ શષા પૂજનનું આયોજન મોરબી ન્‍યૂ પેલેસ ખાતે કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમની અધ્‍યક્ષતા વિશાલાદિત્‍યસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી. માતાજીના સાનિધ્‍યમાં, ખાસ કરીને મોમાઈ માતાજીના મંદિરે, ચાલુ વરસાદે આ ભવ્‍ય રેલી સ્‍વરૂપે શષા પૂજનનું આયોજન કરાયું હતું.

વધુમાં તેમણે જણાવ્‍યું હતું કે ધાર્મિક દૃષ્ટિએ, વિજયાદશમી એટલે અસુરી શક્‍તિ ઉપર દૈવી શક્‍તિનો વિજયનો દિવસ. ક્ષત્રિય સમાજ શાષા અને શષા બંનેને માનનારી જ્ઞાતિ છે, તેથી આ પર્વ તેમના માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. વરસાદ ચાલુ હોવા છતાં, શષા પૂજનની રેલીમાં મોટી સંખ્‍યામાં લોકો જોડાયા હતા, જે સમાજની શ્રધ્‍ધા અને આસ્‍થાનું પ્રતીક હતું. 

(1:27 PM IST)