News of Friday, 3rd October 2025
ઉપલા દાતારે દશેરાએ સીધના ધૂણે વિશ્વ શાંતિ અર્થે યજ્ઞ કરાયો અને જગ્યા ખાતે શષા પૂજનનો કાર્યક્રમ યોજાયો

જુનાગઢઃ કોમી એકતાના પ્રતિક સમી ઉપલાદાતારની ધાર્મિક જગ્યામાં દશેરા નિમિત્તે જગ્યાના મહંત શ્રીભીમ બાપુની નિશ્રામાં ઉપલા દાતારની ઉપર આવેલ નવનાથ સિદ્ધચ ૮૪ ના અખંડ ધુણા ખાતે વિશ્વ શાંતિ માટે એક યજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં સિધના ધૂણે હવન કરાયો હતો. વરસાદી વાતાવરણમાં પણ ભાવિકોએ સીધના ધુણે જઈ અને યજ્ઞમાં આહુતિ આપી હતી અને ધન્ય બન્યા હતા તેમજ જગ્યા ખાતે પૂજ્ય ભીમ બાપુ દ્વારા શષાનું પૂજન કરાયું હતું જેમાં જગ્યા ખાતે બંદોબસ્તમાં રહેલા એસઆરપીના જવાનોએ પણ પોતાના હથિયારોની પૂજા કરી અને શષા પૂજન કર્યું હતું. ત્યારબાદ ભાવિકો માટે દશેરા નિમિત્તે વિશેષ મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરી હતી આમ આટલી ઊંચાઈ ઉપર આવેલી આ ધાર્મિક જગ્યામાં દશેરા પર્વ ધામધૂમથી ઉજવાયું હતું અને ભાવિકોએ વરસતા વરસાદમાં પણ આનંદ લીધો હતો.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
