News of Friday, 3rd October 2025
ભાજપ ભાગલા પડાવો અને રાજ કરો તેવી નીતિરીતિ અપનાવે છેઃ અમિત ચાવડા
અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ માઇનોરેટી ડિપાર્ટમેન્ટ ની મીટીંગ મળી હતી; હિન્દુ અને મુસ્લિમ વચ્ચે કોય અલફાજ નથી : વજીરખાન પઠાણ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ૩ : સુજન સંગઠન અભિયાન ના ભાગરૂપે અમદાવાદ પી સી સી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્ટ ની એક વિસ્તળત કારોબારીની મીટીંગ વજીર ખાન ભાઇ પઠાણ ની આગેવાનોને તળે મળી હતી જેવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં મીટીંગ યોજાયેલ હતી
આ મિટિંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખઅમિતભાઈ ચાવડાએ કહ્યું ં કે કોંગ્રેસ પક્ષ સમાનતા અને સદભાવના વાળી પાર્ટી છે ભાજપે વિકાસ કર્યો જ નથી એટલે એ વિકાસ ના નામે મતો માગી શકે તેમ નથી ભાગલા પડાવો અને રાજ કરો તેવી નીતિરીતિ અપનાવી રહ્યા છે.
આ તકે વજીરખાન પઠાણે જણાવેલ હતું કે ગુજરાત માં હિન્દુ અને મુસ્લિમ વચ્ચે કોઈ અલ્ફાજ નથી હિન્દુસ્તાન ની તરકી ભાઈ ચારા માટે અને વિકાસ માટે આપણે એક થઈ ને રહેવું પડશે. ભાજપ વાળા નાના નાના મુદ્દાઓ ને મોટા ઈશ્યૂ બનાવે છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી નઈમ મિર્ઝા એ સંગઠન બાબતે વિસ્તળત પણ ખ્યાલ આપ્યો હતો અને યુવાનો ને કોંગ્રેસ સાથે વધુ ને વધુ જોડો
પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ઇકબાલ ભાઈ શેખે પણ સંગઠન બાબતે અને વકફ બાબતે ઊંડાણ પૂર્વક વિસ્તળત માહિતી આપી હતી.
આ તકે ઈરફાન પીરઝાદા સહિત ના મહાનુભાવો એ પ્રાસગીક પ્રવચનો કરેલ હતા સંચાલન ગુજરાત ના વાઇસ ચેરમેન અને માઇનોરેટી ના ઇન્ચાર્જ નાસીર ખાન પઠાણે કરેલ હતું.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
