<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

રાજકોટ જિલ્‍લામાં આજે વરસાદનો વિસ્‍તાર અને માત્રા ઘટશેઃ દ્વારકા,કચ્‍છમાં મેઘાવી માહોલ જામશે

 

(જયેશ ભટાસણા દ્વારા) ટંકારાઃ હવામાન નિષ્‍ણાત રમેશ બસીયાના જણાવ્‍યા મુજબ દ્વારકા, ઓખા, ભાટિયા, નલિયા, માંડવી આસપાસના વિસ્‍તારોમાં ભારે વરસાદની શક્‍યતા છે. આ વિસ્‍તારોમાં પવનની ઝડપ ૨૬ થી ૫૫ કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની સંભાવના છે. બીજી તરફ, રાજ્‍યના અન્‍ય વિસ્‍તારોમાં હવામાન મોટાભાગે ખુલ્‍લું અને તડકાભર્યું રહેશે. જોકે, રાજકોટ અને મોરબીના આસપાસના વિસ્‍તારોમાં કેટલાક સ્‍થળોએ હળવો વરસાદી માહોલ જોવા મળી શકે છે.(૩૮.૨૯)

(1:55 PM IST)