<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

પોરબંદરના સાંદીપનિમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં યજ્ઞ સેના ટીમ દ્વારા હોમાત્મક સુંદરકાંડ યજ્ઞ : દ્વારકામા દ્વારકાધીશજીને ધ્વજારોહણ સાથે નવરાત્રિ અનુષ્ઠાનના સંપૂર્ણ ઉપક્રમનું ૪૪મું પુષ્પ ઠાકોરજીના ચરણોમાં અર્પણ

શારદીય નવરાત્રિ અનુષ્ઠાનમાં પ્રત્યેક વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ વિજયાદશમીના પાવન દિવસે ભગવાન દ્વારકાધીશના જગત મંદિરે પૂજ્ય ભાઈશ્રી તથા મનોરથી પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિસાથે ધ્વજાજીનું પૂજન-અર્ચન કરાવવામાં આવ્યું

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૩ : પોરબંદરના સાંદીપનિમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં આયોજિત શારદીય નવરાત્રિ અનુષ્ઠાનમાં વિજયાદશમીના પાવન દિવસે યજ્ઞસેના ટીમ દ્વારા હોમાત્મક સુંદરકાંડ યજ્ઞ તથા બપોર પછી દ્વારકા જગત મંદિરે દ્વારકાધીશજીને ધ્વજારોહણ સાથે નવરાત્રિ અનુષ્ઠાનના સંપૂર્ણ ઉપક્રમનું ૪૪મું પુષ્પ ઠાકોરજીના ચરણોમાં અર્પણ થયુ હતું.

 

હોમાત્મક સુંદરકાંડ યજ્ઞ 

 

વિજયાદશમીના વિશેષ દિવસે સાંદીપનિની યજ્ઞશાળામાં વૈદિક રિચ્યુઅલ ટીમ દ્વારા વિધિવત શ્રીરામચરિતમાનસના સુંદરકાંડપાઠ સાથે હોમાત્મક સુંદરકાંડ યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો. જેમાં મુખ્ય યજમાન તરીકે અનુષ્ઠાનના મુખ્ય મનોરથી પ્રકાશભાઈ કેશવલાલ કનેરિયા તથા  રંજનબેન પ્રકાશભાઈ કનેરિયા દર્શન પરિવજોડાયા હતા અને સાથે અન્ય યજમાનો પણ જોડાયા હતા. સુંદરકાંડ યજ્ઞની પુર્ણાહુતી સમયે પૂજ્ય ભાઈશ્રી ઉપસ્થિત રહીને પૂર્ણાહુતિ હોમમાં જોડાયા હતા. પૂજ્ય ભાઈશ્રીએ મુખ્ય મનોરથીને આશીર્વાદ આપ્યા હતા.

 

 

દ્વારકા જગત મંદિરે ધ્વજારોહણ

 

 

શારદીય નવરાત્રિ અનુષ્ઠાનમાં પ્રત્યેક વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ વિજયાદશમીના પાવન દિવસે ભગવાન દ્વારકાધીશના જગત મંદિરે પૂજ્ય ભાઈશ્રી તથા મનોરથી પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિસાથે ધ્વજાજીનું પૂજન-અર્ચન કરાવવામાં આવ્યું. આ સંપૂર્ણ પૂજા દ્વારકાધીશ મંદિરના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા કરાવવામાં આવી. પૂજન બાદ સંકીર્તન સાથે પૂજ્ય ભાઈશ્રી તથા મનોરથી પરિવાર દ્વારા અનેક ભાવિકોની ઉપસ્થિતિમાં ધ્વજાજીને માથે ધારણ કરીને મંદિરની પરિક્રમા કરવામાં આવી અને ત્યારબાદ દ્વારકાધીશજીને ધ્વજારોહણ કરવામાં આવ્યું.. 

દ્વારકાધીશજીના જગત મંદિરે ધ્વજારોહણમાં શારદીય નવરાત્રિ અનુષ્ઠાનના મુખ્ય મનોરથી સહિત દેશ વિદેશથી અનુષ્ઠાન માટે આવેલા અનેક ભાવિકો જોડાયા હતા અને વરસતા વરસાદમાં પણ દ્વારકાધીશજીના દર્શનનો અને ધ્વજારોહણના દર્શનનો લાભ લીધો હતો.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(4:02 PM IST)