<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

સૌરાષ્ટ્ર કચ્છમાં વીજળીના કડાકા ભડાકા સંભળાશે : દરિયાકાંઠે 40 થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે

આગામી 24 કલાક વેરાવળ અને અન્ય બંદરો પર LCS-3 લાગુ :માછીમારોને આગામી 5 દિવસ દરિયો ના ખેડવાની સૂચના

અમદાવાદ : હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી સાત દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદની શકયતા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં વીજળીના કડાકા ભડાકા થશે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠે 40 થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. આગામી 24 કલાક વેરાવળ અને અન્ય બંદરો પર LCS-3 લાગુ પાડવામાં આવશે.  બીજીતરફ દક્ષિણના દરિયાકાંઠે DC-1 સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અમદાવાદમાં વાદળ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે. અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે. આગામી 3 કલાકમાં આ ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાશે. આગામી 24 કલાકમાં અરબ સાગરની સિસ્ટમ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થશે. ગુજરાતના પશ્ચિમ ભાગમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.

 

(6:15 PM IST)