<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

આજે ડોક્ટરો ઉપર પણ માનસિક સ્ટ્રેસ્: ડોક્ટરે દર્દી સાથે કેમ વર્તવું? પ્રેક્ટિસ અને ફેમિલી બંને વચ્ચે કેમ બેલેન્સ કરવું? ? જાણો સફળતા બાબતે દેશના જાણીતા તબીબ ડો. મોહિત દયાલની ટિપ્સ

ભુજમાં અદાણી મેડિકલ કોલેજમાં દિલ્હીના કાર્ડિયોલોજીસ્ટ અને ડાયરેક્ટર-પ્રોફે ડો.મોહિત દયાલ ગુપ્તાનું તણાવ પ્રબંધન ઉપર મનનીય પ્રવચન

 (વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૪ :  અદાણી સંચાલિત GAIMS મેડિકલ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ અને તબીબોને અનેક વ્યસ્તતા વચ્ચે પણ કેમ હળવા રહેવું અને સ્ટ્રેસ મેનેજમેન્ટ બાબતે ચાવીરૂપ પ્રવચન આપતા દિલ્હી સ્થિત જી. બી.પંત હોસ્પિટલના કાર્ડિયોલોજીસ્ટ અને ડાયરેક્ટ - પ્રોફેસર ડો. મોહિત દયાલ ગુપ્તાએ કહ્યું કે, જીવનમાંથી વ્યસ્ત છું, ટાઈમ નથી એ શબ્દને ડીલીટ કરી નાખો અને  હળવા બની જાવ પછી જુઓ સ્ટ્રેસ આપોઆપ નીકળી જશે.

કોલેજના ઓડિટોરિયમમાં આયોજિત આ મહત્વના શૈક્ષણિક કાર્યક્રમમાં સ્ટ્રેસ અંગે વૈશ્વિક સંશોધન, યોગ, મેડીટેશન વિગેરે ઉદાહરણ સહ ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે, દરેક કામ ખુશી ખુશીથી કરવું જોઈએ,  માત્ર પ્રિસ્ક્રિપ્શન લખવાથી ડોક્ટર ન બનાય દર્દી ઉપર પ્રેમથી હાથ રાખો બે મીઠા શબ્દ બોલો અને આભારની ભાવના સાથે સમગ્ર દ્રષ્ટિ કોણ બદલશો તો આપોઆપ બધું પરિવર્તિત થઈ જશે અને મન પણ શાંત થઈ જશે.

ડો.ગુપ્તાએ વધુમાં જણાવ્યું કે,એક વખત મનને નિયંત્રણ કરી શાંત  રાખતા શીખી જવાય તો પછી બહારની વાતનું કોઈ જ મહત્વ નથી.ખુશી અને આનંદથી જીવવાની વાત કરી,કામ સાથે પરિવારને પણ સમય આપો.ઘરનું વાતાવરણ સારું હશે તો બાહ્ય સ્થિતિ માટે તણાવ નહીં આવે.તેમણે યોગ અને મેડિટેશનનું મહત્વ સમજાવતા ઉમેર્યું કે,આ સારી ટેવ ચમત્કાર કરશે અને સંકલ્પ શક્તિને વધુ મજબૂત બનાવશે.

બાળરોગ વિભાગ આયોજિત  આ કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે મેડિકલ ડાયરેક્ટ ડો.બાલાજી પિલ્લાઈ,ડો.નરેન્દ્ર હિરાણી,આસિ.ડીન ડો.અજીત ખીલનાની,ડો.હિતેશ આસુદાની અને ડો.સચિન પાટીલ,બાળરોગ વિભાગના હેડ ડૉ.રેખાબેન થડાની,ભુજ બ્રહ્મા કુમારી કેન્દ્રના રક્ષા દીદી તબીબો,હેડ ઓફ ફેકલ્ટી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે નોંધવું જોઈએ કે,ડો.મોહિત દયાલ ગુપ્તા જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ઉપરાંત પાર્લામેન્ટ હેલ્થ એનેક્સ સાથે જોડાયેલા છે.તેમણે ૧૮ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. જિનેટિક્સ,કાર્ડિયાક હેલ્થ અને  મેડિટેશન સંબંધે આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાયેલા છે.તેમણે અને આ ક્ષેત્રે અનેક સંશોધન કર્યા છે. તેઓ અમેરિકન કોલેજ ફેલોશિપ,યુરોપિયન સોસાયટી કાર્ડિયો સાથે સંલગ્ન છે.


 

(9:02 AM IST)