<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

ભુજમાં રક્ષામંત્રી રાજનાથસિંહે એનસીસી કેડેટ્સનો હોંસલો કર્યો બુલંદ

ભુજના આર્મી કેમ્પસમાં બડાખાનામાં એનસીસી કેડેટ્સ સાથે ભોજન લઈ રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાને બિરદાવી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ : પોતાના કચ્છના બે દિવસના પ્રવાસ દરમ્યાન દેશના રક્ષા મંત્રી રાજનાથસિંહ કચ્છના એનસીસી કેડેટ્સ માટે ખાસ સમય ફાળવ્યો હતો. તેમણે એનસીસી કેડેટ્સ સાથે દશેરાની ઉજવણી કરી હતી.

આ પ્રંસગે ૩૬ ગુજરાત એનસીસી બટાલિયનના કેડેટ દિયા વાઘેલાએ રક્ષામંત્રીનું સ્વનિર્મિત ચિત્ર તેમની સમક્ષ રજૂ કર્યું હતું, જેની મહાનુભાવોએ પ્રશંસા કરી હતી. ૫ ગુજરાત નેવલ એનસીસીના કેડેટ્સને પણ રક્ષામંત્રીએ પ્રોત્સાહિત કર્યા હતા. પરંપરાગત બડાખાના દરમિયાન રક્ષામંત્રી પણ કેડેટ્સ સાથે જોડાયા હતા અને તેઓની રાષ્ટ્ર સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને બિરદાવી એનસીસી કેડેટ્સનો હોંસલો બુલંદ કર્યો હતો.

(9:05 AM IST)